સમાચાર

ભૈવાહ : લાઠીનાં વીરપુર-કરકોલીયા વચ્‍ચેનો માર્ગ રૂપિયા 48 લાખનાં ખર્ચે બનશે

ભૈવાહ : લાઠીનાં વીરપુર-કરકોલીયા વચ્‍ચેનો માર્ગ રૂપિયા 48 લાખનાં ખર્ચે બનશે

બાબરા, તા. 9

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ઘ્‍વારા લાઠી-બાબરા અને દામનગર વિસ્‍તારમાં રાજય સરકાર હસ્‍તક અને જિલ્‍લા પંચાયત હસ્‍તકનાં અનેક માર્ગો મંજૂર કરાવી તેના ભૂમિપૂજન કરાવી કામો પૂર્ણ કર્યા છે. ત્‍યારે ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરેવીરપુર-કરકોલીયા માર્ગ રૂપિયા 48 લાખનો મંજૂર કરાવી તેનું ભૂમિપૂજન કરતાં રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ માર્ગ 4.400 કિલોમીટર તેમજ 3.7પ ની પહોળાઈ સાથે નવો બનશે. અનેકવાર લોકોની અને રાહદારીઓની રજૂઆતને ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે ઘ્‍યાનમાં લઈ રાજય સરકારમાં રજૂઆત કરતા સફળ રજૂઆતનાં અંતે વીરપુર- કરકોલીયાનો માર્ગ મંજૂર થઈ આવતા તેનું ભૂમિપૂજન ધારાસભ્‍ય ઘ્‍વારા કરી કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. માર્ગની ગુણવત્તા મુજબ બનાવવામાં આવે તેની સૂચના કોન્‍ટ્રાકટરને તેમજ માર્ગનું પુરતું સુપરવિઝન કરવાની તંત્રને સૂચના પણ ધારાસભ્‍ય ઘ્‍વારા આપવામાં આવી હતી. આ તકે જિલ્‍લા પંચાયતના સભ્‍ય જીતુભાઈ વાળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, સાર્દુળભાઈ ડેર, નરેશભાઈ અઘ્‍યારૂ, પ્રવિણભાઈ કોઠીયા, સરપંચ વિરપુર વિક્રમભાઈ ગરણીયા, સરપંચ કરકોલીયા ભગવાનભાઈ આહીર, સુરેશભાઈ જોગાણી, વાસુરભાઈ  દેઠળીયા, ઓઘડભાઈ ડેર, બટુકભાઈ પાનસુરીયા, રાઘવભાઈ ચાવડા, મખાભાઈ લેલા, મનુભાઈ કોઠીયા સહિતનાં સ્‍થાનિક કોંગ્રેસનાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાાં હતા.

error: Content is protected !!