સમાચાર

બગસરામાં પ્રાંત કચેરી શરૂ કરવા બદલ આભાર માનતા કૌશિક વેકરીયા

બગસરામાં પ્રાંત કચેરી શરૂ કરવા બદલ આભાર માનતા કૌશિક વેકરીયા

પેટા ચૂંટણીમાં અપાયેલ વચન પરિપૂર્ણ થયું

અમરેલી, તા. 8

રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ઘ્‍વારા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે બગસરા ખાતે પ્રાંત કચેરી બનાવવા માટે વચન આપેલ જે વચન આજે પૂર્ણ કરી બગસરા ખાતે નવી પ્રાંત કચેરી બનાવવા નિર્ણય કરેલ. જેના કારણે બગસરા અને આજુબાજુનાં લોકોને રાજય સરકારની મહેસુલી સેવાઓ સહિત અન્‍ય ત્‍વરીત સેવાઓ નજીકનાં સ્‍થળેથી મળી રહેશે. અત્‍યાર સુધી બગસરા અને આસપાસનાં ગામોને પ્રાંત લેવલનાં કામો માટે અમરેલી સુધી ધકકો ખાવો પડતો હતો જે હવે બગસરા ખાતે પ્રાંત કચેરી શરૂ થતાં બગસરા તથા આજુબાજુનાં ગામના લોકોને પોતાના કામની સરળતા રહેશે. આવા લોકઉપયોગી અને જરૂરી તેમજ ત્‍વરીત નિર્ણય કરવા બદલ ગુજરાત રાજયની વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલનો અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ આભાર વ્‍યકત કર્યો છે.

error: Content is protected !!