સમાચાર

ખાંભા તાલુકાના ર8 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજયકક્ષાના મંત્રી જાડેજા

ખાંભા તાલુકાના ર8 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજયકક્ષાના મંત્રી જાડેજા

રાજુલા, તા. 8

અમરેલી જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલકિસાન સુર્યોદય યોજનાનો રાજુલાના કોવાયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કર્યો હતો. રાજુલાના ભચાદર, ધરણો નેસ, કોવાયા, રામપરા અને ઉચૈયા એમ કુલ પગામોમાં આ યોજનાનો અમલ આજથી શરૂ કરવામા આવ્‍યો છે.

આ પ્રસંગે મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે ભૂતકાળમાં કિસાનોને વીજળીને લગતી તકલીફના નામે માત્ર વાયદાઓ જ કરવામાં આવતા. જયારે ખેડૂતની આ તકલીફને રાજય સરકારે ઘ્‍યાનમાં લીધી અને ર4 કલાક ખેડૂતોને વીજળી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરી ભુતકાળમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ખેડુતોને વીજળી મળી તે માટે ખુબ ગંભીર હતા અને તેથી જ તેઓના સમયગાળામાં રાજયમાં ગામે ગામ ર4 કલાક વીજળી મળતી થાય તેવી જયોતિગ્રામ યોજના અમલમા મુકાઇ.

જે રીતે રાજયમાં જયોતિગ્રામ યોજના પૂર્ણ થઈ તે જ રીતે 96 ગામો સિવાયના જે ગામોને આ યોજનાનો હાલ લાભ નથી મળ્‍યો તેમને પણ તબક્કાવાર આવરી લેવાશે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યુ હતુ કે 1960 થી લઇ ર00ર સુધીના 4ર વર્ષના ગાળામાં તે વખતની સરકારે માત્ર 7.33 લાખ વીજ કનેકશનો આપ્‍યા હતા. જયારે હાલની રાજય સરકાર માત્ર 18 વર્ષમાં 1ર લાખથી વધુ વીજ કનેકશન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. સરકારે વાયદાઓ નહી પણ પ્રજાને અનુભવ થાય એવા ફાયદાઓ લોકો સુધી પહોંચાડયા છે. આ સરકાર લોકોનો વેરો સ્‍વરૂપ બદલીને લોકો સુધી પહોંચાડે છે.

આ પ્રસંગે મંત્રીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે કોરોનાકાળમાં પણ સરકાર તેમજ તમામ વિભાગોએશ્રેષ્ઠ કામગીરી કરી અને કોરોના વાયરસને ફેલાતું અટકાવવામાં સફળતા મેળવી. જેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી. તેમ જણાવી ઉજ્જ્નલા યોજના, જયોતિગ્રામ યોજના, આયુષ્‍માન, માં અમૃતમ, સોલાર રૂફ ટોપ વગેરે લોકોપયોગી યોજનાઓની ઉપસ્‍થિત સૌ કોઇને માહિતી આપી હતી.

આ તકે પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઇ સોલંકીએ ઉદ્‌બોધન કરતા જણાવ્‍યુ હતુ કે આ યોજના થકી રાજુલા તાલુકા તથા અમરેલી જિલ્લાના ખેડુત ભાઇઓને ખુબ ફાયદો થશે. ખેડુતોની વર્ષો જુની સમસ્‍યાનો આ યોજના થકી અંત આવશે. તેમ જણાવી ઉપસ્‍થિત સૌ કોઇનો આભાર વ્‍યક્‍તત કર્યો હતો. વધુમાં સોલંકીએ જણાવ્‍યું હતું કે ખેડૂતોની લાંબા સમયની માંગણી અને મુશ્‍કેલીઓનો અંત આવ્‍યો છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામા અમરેલી જિલ્લાના 96 ગામો તથારાજુલા તાલુકાના પ ગામોને હવે દિવસે પણ વીજળીનો લાભ મળશે. સરકારે  રાજયના 18 હજાર ગામડાઓમાં ઘરે ઘરે ર4 કલાક    વીજળી મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી. જેના થકી હાલ ખેતરમાં અને ઘરે ઘરે વીજળી મળતી થઈ છે અને છતા રાજય પાસે વીજળી સરપ્‍લસ રહે છે. હવે દિવસે વીજળી મળતા ખેડૂતોને રાત ઉજાગરા બંધ થશે અને પશુઓના ભયથી ખેડૂતો મુક્‍તત થશે.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બેંક ડાયરેકટર દાદભાઈ વરૂ, તાલુકા ભાજપપ્રમુખ હરસુરભાઈ લાખનોત્રા, કોવાયા ગામના સરપંચ, ભાવનગર ઝોનના અધિક્ષક ઈજનેર ખોડીયાતર, નીનામા,  મીઠાભાઈ લાખનોત્રા તથા કોવાયા પ્રાથમિક શાળાના સ્‍ટાફમિત્રો સહિત પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્‍યામા કોવિડ-19ની ગાઇડલાઇન અનુસરીને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

શું છે કિસાન સુર્યોદય યોજના ?

ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી કિસાન સુર્યોદય યોજના અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્‍યાન સવારના પઃ00થી રાત્રીના 9:00 વાગ્‍યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને  દિવસે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્‍ય જીવજંતુના ભય અને તાઢ, તાપ જેવી મુશ્‍કેલીઓથી કાયમ મુક્‍તિત મળશે.

error: Content is protected !!