સમાચાર

ખેડૂતોને દિવસે વીજપુરવઠો આપવાનો નિર્ણય યોગ્‍ય : સંઘાણી

ખેડૂતોને દિવસે વીજપુરવઠો આપવાનો નિર્ણય યોગ્‍ય : સંઘાણી

અમરેલી, તા. 6

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા 10પ0 ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત હાલમાં ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી  નીતિનભાઇ પટેલ અને રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજયના 18 હજાર ગામડાઓમાં તબક્કાવાર કિશાન સૂર્યોદય યોજના હેઠળ રૂમ.3પ00 કરોડના ખર્ચે આવરી લેવાનો નિર્ધાર કર્યો છે. ત્‍યારે પ્રથમ તબક્કામાં અમરેલી જીલ્લાના લાઠી, જાફરાબાદ, ખાંભા, રાજુલા, લીલીયા, સાવરકુંડલા અને અમરેલી તાલુકામાં આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. ત્‍યારે અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા આ ખેડુત હિતમાં કરેલા ભાજપ સરકારના વધુ એક નિર્ણયને આવકાર્યો હતો.

error: Content is protected !!