સમાચાર

અમરેલી જિલ્‍લા 108,181,196ર તેમજ ખીલ ખીલાટના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી

અમરેલી જિલ્‍લા 108,181,196ર તેમજ ખીલ ખીલાટના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી

અમરેલી, તા. 4

અમરેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ, 181 મહિલા અભયમ્‌,196ર કરુણા હેલ્‍પ લાઈન તેમજ ખીલખીલાટના સર્વે કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઊપરી અધિકારીઓ દ્વારા કેક કટિંગ કરી દરેક કર્મચારીઓને કેક ખવડાવી મીઠુ મોઢું કરાવી ત્‍યાર બાદ દરેક કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવી હતી અને જેથી આવનારા વર્ષ ર0ર1માં દરેક સેવાને સુદ્રઢ બનાવી શકાય અને જનતાને આ દરેક સેવાનો લાભ તુરંત અને સરળતાથી મળી રહે તેમજ દરેક સેવાને મજબૂત બનાવવામાઆવે અને બધાનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે અને દરેક વ્‍યક્‍તિત સુખી અને મંગળ રહે, તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ શપથ ગ્રહણ કર્યા બાદ દરેક પ્રોજેકટના કર્મચારીઓ દ્વારા રમત ગમતનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતુ.

આમ અમરેલી જીલ્લાના 108 એમ્‍બ્‍યુલન્‍સ, 181 મહિલા હેલપલાઇન, 196ર એનિમલ હેલ્‍પલાઇન તેમજ ખીલખીલાટના સર્વ કર્મચારીઓ તેમજ અધીકારીઓની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ અને ખાસ કરીને આવનારા વર્ષના કાર્યકાળ માટે શપથ લેવામાં આવી હતી. આમ 108,181,196ર તેમજ ખીલખીલાટના કર્મચારીઓ દ્વારા જીવ બચાવવા સાથે નાના મોટા પ્રસંગોની તહેવારોની ઉજવણી કરતા પણ જોવા મળે છે.

error: Content is protected !!