સમાચાર

સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ભા.ડી.કો. ઓપ. બેન્‍ક લી. સાથે જોડાયેલ મંડળીઓની બેઠક યોજાઈ

થાપણ વૃદ્ધિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું

સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ભા.ડી.કો. ઓપ. બેન્‍ક લી. સાથે જોડાયેલ મંડળીઓની બેઠક યોજાઈ

સાવરકુંડલા, તા.4

ભા.ડી.કો. ઓપ. બેન્‍ક લી. સાથે જોડાયેલ સાવરકુંડલા તાલુકાની ખેતી વિષયક મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓની મિટીંગ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં યોજાઈ. જેમાં ધિરાણ વસુલાત અંગે સમીક્ષા, પેકસ એઝ એમ.એસ.સી., જે.એલ.જી. ગૃપ અને થાપણ વૃઘ્‍ધિ અંગે સમીક્ષા માર્ગદર્શન આપતા માજી ધારાસભ્‍ય અને બેંકના ચેરમેન નાનુભાઈ વાનાણી, સારવકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેનદીપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયા, ભાવનગર બેન્‍કના જનરલ મેનેજર ચલાળીયા તથા નાબાર્ડના ડી.ડી.એમ., સા.કું. બ્રાંચના આસિસ્‍ટન્‍ટ મેનેજર આર.બી. મકવાણા તથા સા.કું. તાલુકાના બ્રાંચ મેનેજરો તથા સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રીઓ હાજર રહેલ. તેમજ વીજપડી સેવા મંડળીના તાજેતરમાં નવા વરાયેલા પ્રમુખ મામૈયાભાઈ સોનીનું ઉપસ્‍થિત મહાનુભાવોએ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં રાઘવભાઈ સાલીયા, લાલભાઈ મોર, યાર્ડના ડિરેકટર્સ જસુભાઈ ખુમાણ, દેવાતભાઈ બલદાણીયા, ધીરૂભાઈ વોરા, ચેતનભાઈ માલાણી, દુર્લભભાઈ કોઠીયા, કરમશીભાઈ ડોબરીયા, બટુકભાઈ રૂપારેલીયા, વિઠ્ઠલભાઈ વાડદોરીયા, ચંદુબાપુ અગ્રાવત, ભીખાભાઈ કાબરીયા, કરમશીભાઈ કાનાણી, દયાશંકરભાઈ જોશી, બાબુભાઈ રમણા, અનુબાપુ હરિયાણી, ભાસ્‍કરગીરી, ટી.કે. પટેલ સહિત સેવા મંડળીના પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્‍થિત રહયા તેમ સતીષ મહેતાની અખબાર યાદીમાં જણાવેલ.

error: Content is protected !!