સમાચાર

રામ મંદિર નિર્માણાર્થે ઘરે-ઘરેથી આર્થિક સહયોગ મંગાશે : હસમુખ દુધાત

શ્રી રામ જન્‍મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આયોજન

રામ મંદિર નિર્માણાર્થે ઘરે-ઘરેથી આર્થિક સહયોગ મંગાશે

આગામી 1લી ફેબ્રુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધીમાં જિલ્‍લાનાં દરેક ઘરે વિહિપનાં કાર્યકર્તાઓ પહોંચશે

ઓછામાં ઓછા રૂપિયા 10નું અનુદાન કરીને રામ મંદિરનાં નિર્માણમાં સહયોગ કરી શકાશે

જિલ્‍લા સમિતિ, તાલુકા સમિતિ અને ગ્રામ્‍ય સમિતિની પણ રચના કરવામાં આવી

શ્રી રામ જન્‍મભૂમિ નિધિ સમર્પણ અભિયાન સમિતિનાં પ્રમુખ હસમુખ દુધાતે અમરેલી એકસપ્રેસની મુલાકાત લીધી

અમરેલી, તા. 30

ઉત્તરપ્રદેશનાં અયોઘ્‍યા ખાતે ભગવાન શ્રી રામનાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ હોય વિશ્‍વમાં વસતાં કરોડો હિન્‍દુ પરિવારોમાં આનંદનો માહોલ જોવા મળી રહૃાો હોય તેવા સમયે હવે દેશમાં વસતા દરેક હિન્‍દુ પરિવાર પણ શ્રી રામ મંદિર નર્િાણમાં ફુલ નહી તો ફુલની પાંખડીસ્‍વરૂપે આર્થિક નિધિ અર્પણ કરીને ધન્‍યતા અનુભવે તવો ઉમદા પ્રયાસ વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં માઘ્‍યમથી શરૂ કરવામાં આવ્‍યો છે.

શ્રી રામ જન્‍મભૂમિ નિધિ સમર્પણ સમિતિનાં પ્રમુખ હસમુખભાઈ દુધાતે આજે “અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઈને કેવી રીતે ઘર-ઘર તો જણાવી હતી.

તેઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા, કુંકાવાવ, ચલાલા, ધારી અને બગસરા તેમજ સાવરકુંડલા, મહુવા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એક ર ઝોનની રચના કરવામાંઅ ાવી છે. જેમાં જિલ્‍લા સમિતિ, તાલુકા સમિતિ અને ગ્રામ્‍ય સમિતિની રચના કરવામાં આવી છે.

વધુમાં જણાવેલ છે કે, આગામી 1 ફેબ્રુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી જ જિલ્‍લાનાં દરેક ઘર-ઘર સુધી રામભકત કાર્યકર્તાઓ નિધિ સ્‍વીકારવા રૂબરૂ જશે અને ઓછામાં ઓછા રૂપિયા 10થી લઈને વધારે જે કાંઈ ઈચ્‍છશે તે રકમ સ્‍વીકારવામાં આવશે અને દરેક ઘરે એક સ્‍ટીકર આપવામાં આવશે. રૂપિયા ર0 હજાર સુધીનું દાન રોકડમાં સ્‍વીકારવામાં આવશે તેમજ ઓનલાઈન પેમેન્‍ટ, ચેકથી પણ નિધિ સ્‍વીકારવામાં આવશે અને દરેક દાનની રકમની પહોંચ આપવામાં આવશે અને દરરોજ જે કોઈ રકમ એકત્ર થશે તેને બીજા દિવસે સવારે જ શ્રીરામ જન્‍મભૂમિ નિધિ સમર્પણનાં રાષ્‍ટ્રીય ખાતામાં જમા કરવામાં આવશે.

વધુમાંજણાવેલ છે કે, અમરેલી ખાતે જિલ્‍લાકક્ષાનું કાર્યાલય ઓપેરા હાઉસ ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યમાં સદ પ્રમુખ તરીકે બગસરાનાં હરસુખભાઈ રામાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

અંતમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાનાં લાખો હિન્‍દુ પરિવારોની વર્ષો જુની રામ મંદિર નિર્માણની પ્રાર્થના હવે સાકાર થવા જઈ રહી હોય તમામ હિન્‍દુ પરિવારોને ઓછામાં ઓછા રૂપિયા 10નો સહયોગ કરવા અને રામ મંદિરનાં નિર્માણમાં સહભાગી બનવાની તકને ઝડપી લેવા અનુરોધ કર્યો છે.

error: Content is protected !!