દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત વેળા અમરેલીના ડો. કાનાબાર પણ ઉપસ્થિત રહૃાા
અમરેલી, તા. ર9
દેશના પ્રથમ નાગરિક, મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સંઘ પ્રદેશ દીવની મુલકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે રાત્રિ ભોજન સમારંભમાં સંઘ પ્રદેશ દીવના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ દ્વારા ગણમાન્ય અતિથિઓ સાથે અમરેલીના સેવાભાવી ડો. ભરત કાનાબારને સાદર નિમંત્રણ આપવામાં આવેલ. આ સન્માનના નિર્વિવાદ પાત્ર એવા પ્રદેશ ભાજપ અગ્રણી, કાર્યકરોના ચહિતા ડો. કાનાબાર આ ભવ્ય સમારંભમાં પોતાનીઉપસ્થિતિ અને વ્યકિતત્વથી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું.