સમાચાર

સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનનું વિસ્‍તરણ કરવાનું આયોજન

હરિયાણા, પંજાબ પુરતું જ આંદોલન સીમિત હોવાનો આક્ષેપ થયા બાદ

સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનનું વિસ્‍તરણ કરવાનું આયોજન

ખેડૂતઆગેવાનો બિહાર, મહારાષ્‍ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્‍થાન સહિતનાં 1પ રાજયોનો કરશે પ્રવાસ

ખેડૂત આગેવાનો 1પ રાજયનાં પ00 શહેરો સુધી પહોંચીને આંદોલનને આગળ વધારવા રણનીતિ બનાવી રહૃાાં છે

નવી દિલ્‍હી, તા. ર8

કેન્‍દ્રનાં કૃષિ કાયદાના વિરોધમાં દિલ્‍હી કૂચના એક મહિના બાદ હવે ખેડૂતોએ આંદોલનની રણનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. જેના આધારે હવે તેઓ અન્‍ય રાજયોમાં પણ આંદોલન કરશે. ખેડૂત નેતા પટના, મહારાષ્‍ટ્ર, યુપી, રાજસ્‍થાનની સાથે અન્‍ય રાજયોનાં ખેડૂતોનો સંપર્ક કરી રહૃાાં છે.

કેન્‍દ્રનાં નેતા ખેડૂત આંદોલનને લઈને વારેઘડી નિવેદન આપી રહૃાા છે. કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂતોનું આ આંદોલન ફકત પંજાબ સુધી સીમિત છે. અહીની સત્તાસીન કોંગ્રેસ અને અન્‍ય વિપક્ષી દળ આંદોલનને ઉગ્ર બનાવી રહૃાા છે. કેન્‍દ્ર તરફથી આવતા નિવેદનને ખેડૂત સંગઠનો ગંભીરતાથી લેતા તેઓએ રણનીતિમાં ફેરફાર શરૂ કર્યો છે. તેઓ દિલ્‍હી બોર્ડરથી હવે અન્‍ય રાજયોમાં પણ આંદોલનને વધારી રહૃાા છે. સાથે અહી આંદોલનમાં ભાગ લેનારાનું સમર્થન પણ મેળવી રહૃાા છે.

હાલમાં પંજાબની કિર્તિ કિસાન કાર્યક્રમના નેતા મુંબઈમાં આયોજિત ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા. ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂત નેતા ર9 ડિસેમ્‍બરે બિહારની રાજધાનીપટનામાં આયોજિત થનારા ખેડૂતોનાં પ્રદર્શનમાં સામેલ થશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, આ રણનીતિના સકારાત્‍મક પરિણામ આવી રહૃાા છે. અન્‍ય રાજયોના ખેડૂતો સંગઠન તેમના સંપર્કમાં છે અને આંદોલનમાં તમામ શકય મદદનું આશ્‍વાસન આપી રહૃાા છે.

ઓલ ઈન્‍ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટી તરફથી અપાયેલી જાણકારી અનુસાર ડિસેમ્‍બરનાં અંત સુધી આ રણનીતિ પર કામ કરાશે. રણનીતિનાં આધારે નકકી કરાયું છે કે ખેડૂત કાયદાનાં વિરોધમાં આ ખેડૂતો દેશના 1પથી વધારી રાજયોનાં પ00 શહેરો સુધી પહોંચી શકે છે. આ સ્‍થાન પર ખેડૂત સંગઠનો કાર્ય કરવામાં લાગ્‍યા છે. કોંગ્રેસ સહિત પંજાબના અન્‍ય વિપક્ષી દળના ખેડૂતના આંદોલનનો વિસ્‍તાર કરવામાં લાગ્‍યા છે. શિરોમણી અકાળી દળે આંદોલનને ગતિ આપવાના હેતુથી પાર્ટીના 3 વષ્ઠિ નેતાઓને લઈને એક કમિટી બનાવી છે જે અન્‍ય રાજયોમાં જઈને ખેડૂત આંદોલનમાં સહયોગ આપવાને લઈને સમર્થન કરી રહૃાું છે. કોંગ્રેસ અને આપ પણ શિઅદની રાહ પર છે. બંને પાર્ટીના નેતા કેન્‍દ્રના કૃષિ કાયદાની વિરોધમાં કામ કરી રહૃાાં છે.

error: Content is protected !!