સમાચાર

ચલાલા નગરપાલિકાનાં શાસકો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્‍ફળ

વિપક્ષી નેતા ચંપુભાઈ ધાધલનો હુંકાર

ચલાલા નગરપાલિકાનાં શાસકો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્‍ફળ

શહેરીજનો માટે વિપક્ષી નેતાએ હેલ્‍પલાઈન નંબર જાહેર કર્યો

ચલાલા, તા. ર3

ખાસ સામાન્‍ય સભા તા. ર4/1ર/ર0નાં સમય સવારે 11 કલાકે ચલાલા સંસ્‍થાના સભાખંડમાં રાખેલ છે. તે જનરલ બોર્ડની સભામાં ચલાલા શહેર કોંગ્રેસનાં વિપક્ષ નેતા ચંપુભાઈ ધાધલ તેમજ વિપક્ષના સદસ્‍યોને સાથેરાખીને આ સભામાં ચલાલા શહેરના વિવિધ પ્રશ્‍નો રજૂ કરીને ચલાલા શહેરની જનતા વતી જનતાનો અવાજ નગરપાલિકાના સત્તાધીશો સુધી પહોંચાડશે. શહેરની અંદર સફાઈ કામગીરી બરોબર થતી નથી તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ નગરપાલિકા નાખી શકતી નથી તેમજ અમરેલી રોડ ઉપર જે સ્‍ટ્રીટ લાઈટ પોલનું કામ આરએમડીની ગાઈડલાઈન મુજબ થતું નથી તો તેમાં એકસીડેન્‍ટ થશે તો તેમાં કોની જવાબદારી ગણવાની રહેશે. તેમજ ચલાલા નગરજનોને ખાસ વિનંતી કે નગરપાલિકાને લગતુ કંઈપણ કામ હોય તો મને અથવા મારી ટીમના કોઈપણ સદસ્‍યને આપ વિના સંકોચે જાણ કરી શકો છો. અમે આપના કામ કરવા માટે કટ્ટીબંધ છીએ. તો અમારી ટીમના મોબાઈલ નં. 96646 3પ788 (ચંપુભાઈ ધાધલ),               મો. 9913ર 6438ર (ચંદુભાઈ વાળા), મો. 99983 3311પ (જયેતીભાઈ કાકડીયા) પર સંપર્ક કરવા વિપક્ષી નેતા ચંપુભાઈ ધાધલે અનુરોધ કર્યો છે.

error: Content is protected !!