સમાચાર

મેડિકલ કોલેજમાં ફીની કડક ઉઘરાણી બંધ કરો : ધાનાણી

વિપક્ષીનેતાએ રાજયનાં આરોગ્‍ય મંત્રી નીતિન પટેલને પત્ર પાઠવ્‍યો

મેડિકલ કોલેજમાં ફીની કડક ઉઘરાણી બંધ કરો : ધાનાણી

અમરેલી, તા.19

અમરેલીના ધારાસભ્‍ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજયના આરોગ્‍ય મંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાતમાં મેડિકલની 6 સરકારી, 8 સોસાયટીની અને સેલ્‍ફ ફાયનાન્‍સની 1પ કોલેજોમાં કુલ પપ00 બેઠકો છે. સરકારી કોલેજમાં વાર્ષિક રૂા. રપ હજાર, સોસાયટીની કોલેજોમાં રૂા. 3.પ0 લાખથી 1પ લાખ અને સેલ્‍ફ ફાયનાન્‍સમાં રૂા. 8 લાખથી ર8 લાખસુધીની ફી વસૂલવામાં આવે છે. કોરોના મહામારીના કારણે ર1 માર્ચથી શૈક્ષણિક સંસ્‍થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને હજુ કયારે શિક્ષણ કાર્ય શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તબીબ શિક્ષણ 10 મહિનાથી સંપૂર્ણ બંધ છે ત્‍યારે સરકારીથી લઈ તમામ મેડિકલ કોલેજોને વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્‍ટેનન્‍સ ખર્ચ, ઈલેકટ્રોસીટી ખર્ચ નથી. બીજી બાજુ મંદી, મોંઘવારીથી આર્થિક હાલાકી ભોગવી રહેલ સામાન્‍ય, મઘ્‍યમ વર્ગના પરિવારો કોરોના મહામારીના કારણે આર્થિક મુશ્‍કેલીમાં સપડાઈ ગયા છે. રાજયમાં તબીબી શિક્ષણની એક સત્રની ફી માફ કરવા રાજય સરકારને તથા રાજયપાલને તાર્કિક કારણો સહિત લેખિત રૂબરૂ રજૂઆત કરેલ. ત્‍યારબાદ રાજયની પરિસ્‍થિતિને ઘ્‍યાનમાં લઈ એક સત્રની ફી માફી માટે બે વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ. હાઈકોર્ટે પણ રાજય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવેલ. પરંતુ આજદિન સુધી ફી માફી અંગે નિર્ણય કરવામાં આવેલ નથી. સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્ય શરૂ ન થયું હોવા છતાં ફી માટે કડક ઉઘરાણી કરી રહયા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહયા છે.

વધુમાં જણાવેલ છે કે, ઈન્‍ટર્ન ડોકટર્સને ઓછામાં ઓછા રૂા. ર0 હજાર સ્‍ટાઈપેન્‍ડની રકમ પાછલી અસરથી આપવા તથાકોરોના મહામારીમાં ખડેગપે સેવા આપનાર ઈન્‍ટર્ન અને જુનિયર ડોકટર્સ, આઉટસોર્સીંગ કોન્‍ટ્રાકટ કર્મચારીઓને વિશેષ પ્રોત્‍સાહન રકમ તાત્‍કાલિક ચૂકવવા પણ માંગણી કરેલ છે.

આથી, રાજયમાં તબીબી શિક્ષણમાં એક સત્રની ફી માફીની તાકીદે જાહેરાત કરવા, ઈન્‍ટર્ન ડોકટર્સને ઓછામાં ઓછા રૂા. ર0 હજાર સ્‍ટાઈપેન્‍ડની રકમ પાછલી અસરથી આપવા તથા કોરોના મહામારીમાં ખડેપગે સેવા આપનાર ઈન્‍ટર્ન અને જુનિયર ડોકટર્સ, આઉટસોર્સીંગ કોન્‍ટ્રાકટ કર્મચારીઓને વિશેષ પ્રોત્‍સાહન રકમ તાત્‍કાલિક ચૂકવાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!