સમાચાર

ચલાલા : વિદેશમાં રહી ગાયત્રી પરિવાર અને ભારત દેશનું નામ રોશન કરતા પરેશભાઈ મહેતા

ચલાલા : વિદેશમાં રહી ગાયત્રી પરિવાર અને ભારત દેશનું નામ રોશન કરતા પરેશભાઈ મહેતા

ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટના વડા પૂ. રતિદાદાના નાના દીકરા હાલ કંપાલા (યુગાન્‍ડા) ઈસ્‍ટ આફ્રિકામાં રહેતા પરેશભાઈ મહેતાને યુગાન્‍ડાના રાષ્‍ટ્રપતિ એચ.ઈ. વેવરી કાગુતા મુસ્‍વેની દ્વારા ભારતીય રોકાણકારોની મિટીંગ માટે આમંત્રણ આપવામાં આવ્‍યું. પરેશભાઈ મહેતા એક એવું નામ છે જેમણે વિદેશમાં (યુગાન્‍ડા- આફ્રિકા) રહીને પણ ભારતીય સંસ્‍કૃતિને ત્‍યાં વસતા ભારતીય સમુદાયને જોડી રાખી ભારતનું નામ મોખરે લાવવાના પ્રયત્‍નો કર્યા છે. તેમણે મેળવેલીસિઘ્‍ધિઓમાં શિકાગોમાં વિશ્‍વ કક્ષાની ધર્મ પરિષદમાં, જર્મનીમાં વિવિધ દેશોના ધર્મ પર પરિસંવાદમાં ભારત તરફથી પરેશભાઈ મહેતાનું નેતૃત્‍વ, ન્‍યુયોર્કમાં આર.ઈ.પી. યુનાઈટેડ નેશનની કોન્‍ફરન્‍સમાં ભાગ લીધેલ. આપણા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની યુગાન્‍ડા મુલાકાત સમયે પણ ખાસ ઉપસ્‍થિતિ ત્‍યાંના સનાતન ધર્મ મંડળના નાની ઉંમરના ચેરમેન આવી અનેકવિધ સિઘ્‍ધિ પરેશભાઈના નામો સાથે જોડાયેલી છે. સાથે આફ્રિકા યુગાન્‍ડામાં વસતા ભારતીય લોકો માટે પરેશભાઈ અડધી રાતના હોંકારા સમાન છે. તેઓને પડતી મુશ્‍કેલીઓમાં અગ્રેસર રહી તેઓને મદદરૂપ થાય છે. અને પરેશભાઈ મહેતા દ્વારા કરેલા કામોને સમયાંતરે ભારતીય હાઈ કમીશન (ઉચ્‍ચ આયોગ) દ્વારા સરાહનીય ગણવામાં આવ્‍યું હતું. તેમાં વધુ એક યશ કલગીરૂપ અને ચલાલા જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું ગૌરવ કહી શકાય તેવું છે જેમાં યુગાન્‍ડાના ઈન્‍ડસ્‍ટ્રીયલ (ઔદ્યોગિકરણ)માં પહેલાના સંદર્ભમાં હાલ વિશેષ લાભો જોવા મળી રહયા છે. તેમાં ભારતીય સમુદાયનો સિંહ ફાળો રહેલો છે. જેના અનુસંધાને હાલ રાષ્‍ટ્રપતિ મ્‍યુસેવેનીએ યુગાન્‍ડામાં થઈ રહેલા ઈન્‍ડસ્‍ટ્રીયલ (ઔદ્યોગિકરણ)ને મળી રહેલ વેગથી થઈ રહેલ લાભ માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી અને તેમની મિટીંગ યોજી હતી. આ ભારતીય સમુદાયમાં પરેશભાઈ મહેતાપણ સામેલ હતા. તેમાં પરેશભાઈ મહેતા અને ભારતીય સમુદાયના સાથી મિત્રોને યુગાન્‍ડાના રાષ્‍ટ્રપતિ મ્‍યુસેવેનીએ અભિનંદન આપ્‍યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભારતીય મંડળ, યુગાન્‍ડા અને તેના ભારતીય વ્‍યવસાય મંચ દ્વારા કર્યું હતું. આમ પરેશભાઈએ ગાયત્રી પરિવાર, બ્રહ્મ સમાજ, મહેતા કુટુંબ, ચલાલા ગામ અને ભારત દેશનું નામ રોશન કરી ગૌરવ વધારેલ છે.

error: Content is protected !!