પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા સહિતની ટીમનું ઉમદા કાર્ય
ભૈવાહ : બાબરામાં આજે રૂપિયા 4 કરોડનાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન
પાલિકામાં જયારથી કોંગી પ્રમુખ બિરાજમાન થયા છે ત્યારથી સતત વિકાસકાર્યોનો ધમધમાટ જોવા મળી રહૃાો છે
છેલ્લા થોડા જ મહિનાઓમાં માર્ગો, ગંદકી, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી
બાબરા, તા. 18
બાબરા નગરપાલિકામાં પ્રમુખવનરાજભાઈ વાળાએ જયારથી સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી શહેરનાં વિવિધ વિકાસનાં કાર્યો કરવામાં આવી રહૃાાં છે. લોકોને પુરતી સફાઈ, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેમજ રોડ-રસ્તાઓનાં કામો સહિત શહેરનાં વિકાસનાં કાર્યો કરવામાં આવી રહૃાાં છે.
ત્યારે આગામી દિવસોમાં શહેરનાં વધુ વિકાસના કામો કરવામાં પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા કમર કસી રહૃાાં છે અને તે માટે પુરતું આયોજન પણ કરવામાં આવ્યું છે. બાબરા શહેરનો એકપણ વિસ્તાર રોડ-રસ્તાથી વંચિત ન રહે તેની પુરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
શહેરમાં આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તેમજ પુલ સહિતના કામો અંદાજે ચાર કરોડ રૂપિયાનાં કાર્યો કરવામાં આવશે જેનું એકી સાથે ખાતમુર્હુત લાઠી-બાબરાનાં ધારાસભ્ય ઘ્વારા આવતીકાલ શનિવારનાં રોજ બપોરનાં ત્રણ કલાકે કરવામાં આવશે.
આ તકે પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, ચીફ ઓફિસર રઘુવીરસિંહ ચૌહાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, બાબુભાઈ કારેટીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેઠળીયા,પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ, મનસુખભાઈ પલસાણા, બાવાલાલ હિરપરા, મુસાભાઈ પરમાર, રહીમભાઈ અજમેરી, કુલદીપભાઈ બસીયા, અમિતભાઈ જોગેલ સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતના કોંગ્રેસનાં સભ્યો ઉપસ્થિત રહેશે.
શહેરમાં ચાર કરોડના વિકાસનાં કાર્યોનો શુભારંભ થતાં શહેરની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.