સમાચાર

ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં હસ્‍તે વિજેતા સ્‍પર્ધકને ચેક અર્પણ

‘‘કયાંઆગેવાનને ધારાસભ્‍ય જોવા ઈચ્‍છો છો” સ્‍પર્ધા અંતર્ગત

ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં હસ્‍તે વિજેતા સ્‍પર્ધકને ચેક અર્પણ

‘‘અમરેલી એકસપ્રેસ” આયોજિત સ્‍પર્ધામાં કુંકાવાવનાં હર્ષદભાઈ ડી. મહેતા ભાગ્‍યશાળી વિજેતા થયા હતા

ભાગ્‍યશાળી વિજેતા બનેલ સ્‍પર્ધક વર્ષોથી અમરેલી એકસપ્રેસનાં વાંચક હોવાનું જણાવ્‍યું હતું

કુંકાવાવ ચેમ્‍બરનાં પ્રમુખ અરવિંદભાઈ સોની અને મંત્રી શશીકાંતભાઈ જોષી પણ ઉપસ્‍થિત રહૃાા હતા

અમરેલી, તા. 18

“અમરેલી એકસપ્રેસ” ઘ્‍વારા ધારી-બગસરા વિસ્‍તારની પેટા ચૂંટણી અંતર્ગત યોજાયેલ સ્‍પર્ધામાં વિજેતા થયેલ સ્‍પર્ધકને આજે ધારીનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં હસ્‍તે ભભઅમરેલી એકસપ્રેસભભ તરફથી રૂપિયા પ હજારનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો.

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંણીમાં ભભચાલો… જણાવો…તમો… કયાં આગેવાનને ધારાસભ્‍ય જોવા ઈચ્‍છો છોભભ અંતર્ગત સ્‍પર્ધા યોજવામાં આવી હતી જેમાં જિલ્‍લાભરમાંથી નાગરિકો ઉત્‍સાહભેર જોડાયા હતા.

સ્‍પર્ધામાં ધારીમાં સંભવિત ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનું નામ અનેક સ્‍પર્ધકોએ દર્શાવ્‍યું હતું. જેમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી જેમાં કુંકાવાવનાં હર્ષદભાઈ ડી. મહેતાનું નામ ભાગ્‍યશાળી વિજેતા તરીકે જાહેર થયું હતું.

દરમિયાન “અમરેલી એકસપ્રેસ” ઘ્‍વારા જે-તેવખતે જણાવવામાં આવેલ કે, જે આગેવાન ધારાસભ્‍ય બનશે તેના જ હસ્‍તે વિજેતા સ્‍પર્ધકને રૂપિયા પ હજારનો ચેક અર્પણ કરવામાં આવશે.

જે અંતર્ગત આજે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વરદહસ્‍તે વિજેતા સ્‍પર્ધકને ભભઅમરેલી એકસપ્રેસભભ તરફથી ચેક અર્પણ કરવામાં આવેલ હતો. આ તકે વિજેતા સ્‍પર્ધકે જણાવેલ કે, તેઓ છેલ્‍લા 11 વર્ષથી ભભઅમરેલી એકસપ્રેસભભનું વાંચન કરે છે.

ચેક અર્પણ વેળા કુંકાવાવ ચેમ્‍બરનાં પ્રમુખ અરવિંદભાઈ સોની, મંત્રી શશીકાંતભાઈ જોષી પણ ઉપસ્‍થિત રહૃાાં હતાં.

error: Content is protected !!