સમાચાર

દામનગરનાં ચિત્રકારની અનેરી કલા

દામનગરનાં ચિત્રકારની અનેરી કલા

દામગનર શૈલેષ આર્ટની બેનમૂન ચિત્રકલા શિધ્રચિત્રને પેન્‍સિલ સ્‍ક્રેચ, વોટર કલરથી આયામ આપતા ચિત્રકાર શૈલેષ મકવાણાએ તા. 7/1ર/ર0નાં રોજ વિઘ્‍વાન કથાકાર પૂજય મોરારીબાપુનું ગંગાજળનાં માઘ્‍યમથી વોટર કલરથી શીધ્રિ ચિત્રનું સર્જન કર્યુ હતું. ચિત્રોમાં ચેતના સર્જી દેતી નવીનતમ કેડી કંડારતા શૈલેષ મકવાણાનાં અનેકો ચિત્રો પ્રેરણાત્‍મક સંદેશ આપતા રહે છે. સોશ્‍ય ડિસ્‍ટન્‍સ, સ્‍વચ્‍છતા અભિયાન, બેટી બચાવો, વ્‍યસનમુકિત, કુપોક્ષણ નાબુદી સહિત સંસ્‍કૃતિનાં દરેક વર્પની ઉજવણીમાં કરૂણાની શીખ આપતો સંદેશ ચિત્રોનાં માઘ્‍યમથી આપતા રહે છે. ચિત્રો રેખા પેન્‍સિલ સ્‍ક્રેચ ઘ્‍યાનાકર્ષક બનતા રહે છે. પીંછી હાથ લગાડી જાદુ કરતા શૈલેષ આર્ટ ઘ્‍વારા મહુવાનાં તલગાજરડાનાં પૂજયમોરારીબાપુના બે ચિત્રો પેન્‍સિલ સ્‍ક્રેચ અને ગંગાજળ વોટર કલર ઘ્‍વારા બેનમૂન ચિત્રો સર્જી પૂજય મોરારીબાપુને બતાવ્‍યા. પૂજય મોરારીબાપુએ આ ચિત્રો પર સહી કરી કલાને બિરદાવી હતી.

error: Content is protected !!