સમાચાર

ખેતરમાં રહેલ સબ સ્‍ટેશનમાં આગ લાગતા દોડધામ

ધારીનાં દેવળા ગામે જગતાત ગણાતા ખેડૂતની ચિંતા વધી

ખેતરમાં રહેલ સબ સ્‍ટેશનમાં આગ લાગતા દોડધામ

શોર્ટ સરકીટથી લાગેલ આગથી ખેડૂતને ખાસ્‍સુ નુકસાન થયું

અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલખેડૂતને દિ’ ઉગેને કોઈને કોઈ સમસ્‍યા આવે

અમરેલી, તા.7

આજે સમગ્ર દેશનાં લાખો કિસાનો કૃષિ બીલના વિરોધમાં માર્ગ પર 10 દિવસથી આંદોલન કરી રહયા છે. પાક વીમો, પોષણક્ષમ ભાવો સહિતની અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલ ખેડૂતોને દિ’ ઉગેને કોઈને કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડી        રહયો છે.

દરમિયાનમાં આજે ધારી નજીક આવેલ દેવળા ગામે ખેતરમાં આવેલ સબ સ્‍ટેશનમાં શોર્ટ સરકીટથી આગ લાગતા ખેતરમાં રહેલ પશુઓનો ચારો બળીને ખાક થતાં ખેડૂતોએ મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્‍યાની ઘટના બની હતી.

error: Content is protected !!