સમાચાર

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં કૃષિ બિલને લઈને સળવળાટ

નવી દિલ્‍હીની ભાગોળે હજારો ખેડૂતો અઠવાડીયાથી આંદોલન કરતાં હોય

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં કૃષિ બિલને લઈને સળવળાટ

આજે કેન્‍દ્ર સરકાર સાથે ખેડૂત સંગઠનનાં હોદ્‌ેદારોની યોજાનારી બેઠક પર સમગ્ર દેશનાં ખેડૂતોની નજર

જિલ્‍લાનાં દરેક તાલુકા મથકોએ પણ ખેડૂતો આવેદનપત્ર આપવા તૈયારી કરી રહૃાા છે

અમરેલી, તા. ર

દેશનાં પાટનગર નવી દિલ્‍હી ખાતે છેલ્‍લા એક અઠવાડીયાથી હજારોની સંખ્‍યામાં ખેડૂતો કૃષિબિલને રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહૃાા છે અને દિવસે-દિવસે આંદોલનને વ્‍યાપક સમર્થન મળી રહૃાું હોય આવતીકાલે ખેડૂત સંગઠનની કેન્‍દ્ર સરકારનાં પ્રતિનિધિઓ સાથે યોજાઈ રહેલ બેઠક ઉપર સમગ્ર દેશનાં કિસાનોની સાથે અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની નજર મંડાયેલી છે.

અમરેલીનાં વડિયા, બગસરા પંથકમાં પણ ખેડૂતો વિરોધ વ્‍યકત કરી ચુકયા છે અને આવતીકાલની બેઠકમાં કોઈ સમાધાન નહી થાય તો શુક્રવારથી અમરેલી જિલ્‍લામાં પણ ખેડૂતો અને વિપક્ષી આગેવાનો અવનવા પ્રકારે આંદોલન કરવાની તૈયારી કરી રહૃાાંનું જાણવા મળેલ છે.

કૃષિ બિલને લઈને ચાલતા આંદોલનમાં હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ બાદ હવે મહારાષ્‍ટ્ર, તામિલનાડુ, રાજસ્‍થાન સહિતનાં અનેક રાજયોનાં ખેડૂતોનું સમર્થન મળી           રહૃાું હોય ભાજપ સરકાર માટેઆગામી કલાકો અતિ મહત્‍વનાં સાબિત થવાનાં છે.

error: Content is protected !!