સમાચાર

બગસરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા દોડધામ શરૂ

પોલીસ, પાલિકા અને મહેસુલી ટીમે તપાસ શરૂ કરી

ફફડાટ : બગસરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા દોડધામ શરૂ

માસ્‍ક ન પહેરનારને દંડ કરવામાં આવ્‍યો

બગસરા, તા. ર

બગસરામાં કલેકટર આયુષ ઓકની સૂચના અનુસાર મામલતદાર તલાટ તથા નાયબ મામલતદાર તથા તેની ટીમ તથા નગરપાલિકાનાં ચીફ ઓફિસર નસીત, બી.સી. ખીમસુરીયા તથા બગસરા પોલીસ સ્‍ટેશનના પીઆઈ મકવાણા તથા સ્‍ટાફ ઘ્‍વારા શાક માર્કેટમાંસરપ્રાઈઝ ચેકિંગ કરતા શાક માર્કેટનાં થડા તથા દુકાનદારો ઘ્‍વારા માસ્‍ક પહેરીને વેપાર કરતા નજરે ચડતા તંત્ર ઘ્‍વારા ખુશી વ્‍યકત કરવામાં આવી હતી. આ સિવાય બજારોમાં અમુક લોકોને માસ્‍ક ન પહેરનારને માસ્‍ક આપી ફરીવાર માસ્‍ક નહીં પહેરો તો દંડ આપીશું તેવી સૂચના આપી હતી અને બજારોમાં પણ ફરી વળ્‍યા હતા અને અમુક લોકોને બે-બે વાર સૂચનાઓ આપી હતી. છતાં માસ્‍કન ન પહેર્યા હતા તે લોકોને દંડ ફટકાર્યો હતો અને કુલ 4000 જેવો દંડ વસુલવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!