સમાચાર

જયાં પિતા ડ્રાઈવર છે તે આરોગ્‍ય કેન્‍દ્રમાં પુત્ર તબીબ તરીકે ફરજ બજાવશે

બાબરાનાં સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં મોહિત ચૌહાણની નિમણૂંક

જયાં પિતા ડ્રાઈવર છે તે આરોગ્‍ય કેન્‍દ્રમાં પુત્ર તબીબ તરીકે ફરજ બજાવશે

તબીબની માતા મોટા દેવળીયાનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવે છે

આરોગ્‍ય વિભાગનાં દંપત્તિએ પુત્રને તબીબ બનાવવા ભારે જહેમત ઉઠાવી

રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલ આરોગ્‍ય કેન્‍દ્રમાં આવતા દર્દીઓને વધુ સુવિધા મળશે

બાબરા, તા. ર

બાબરામાં સરકાર દવાખાનામાં વધુ એક ડોકટરની નિમણૂંક રાજયનાં આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા કરવામાં આવતા દવાખાના મુખ્‍ય તબીબ ડો. સાકીર વ્‍હોરા સહિત તમામ સ્‍ટાફ અને સમગ્ર પંથકની જનતામાં ખુશીની લાગણી સાથે રાહત અનુભવી હતી. તેમજ બાબરાનાં વતની એવા યુવાન ડો. મોહિત ચૌહાણની નિમણૂંક થતાંતાલુકાની જનતાને વધુ સારી અને સરળતાથી તબીબી સેવાઓનો લાભ મળશે.

બાબરા શહેર હાઈવે પરનું ગામ હોવાથી અહી રોજબરોજનાં વધુ ઈમરજન્‍સી કેસો આવે છે. વળી રોજની ર00થી વધારે ઓપીડી હોવાથી એક તબીબના કારણે લોકોને તબીબી સેવા લેવામાં ભારે મુશ્‍કેલીઓ પડતી હતી. તેમ છતાં મુખ્‍ય તબીબ ડો. સાકીર વ્‍હોરા રાત-દિવસની પરવા કર્યા વગર સતત લોકોની તબીબી સેવા કરવામાં તત્‍પર રહેતા.

ત્‍યારે બાબરાનાં ડો. મોહિત ચૌહાણ તાજેતરમાં વિદેશથી મેડિકલનો અભ્‍યાસ પૂર્ણ કરી એમ.ડી.ની ડીગ્રી પ્રાપ્‍ત કરી અહી ભારતમાં ઓલ ઈન્‍ડિયા મેડિકલની પરીક્ષા સહિત તમામ ઔપચારિકતા પૂર્ણ કરી બાબરાનાં સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક પામતા પંથકની જનતાએ રાહત અનુભવી હતી.

ડો. મોહિત ચૌહાણનાં પિતા કિશોરભાઈ ચૌહાણ અહી બાબરાના સરકારી દવાખાનામાં એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઈવર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. જયારે તેમની માતા ઉષાબેન ચૌહાણ પણ તાલુકાનાં મોટટા દેવળીયામાં પીએચસી સેન્‍ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આમ આ પરિવાર ત્રીજી વ્‍યકિતએ આરોગ્‍ય વિભાગ સેવામાં આવતા ગૌરવ વ્‍યકત કર્યુ હતું.

બાબરામાં એમ.ડી. ડોકટર તરીકે નિમણૂંક પામનાર નવનિયુકત ડો. મોહિત ચૌહાણે અત્‍યંત ખુશીની લાગણી વ્‍યકત કરતા જણાવ્‍યું હતુંકે, જે માતા-પિતાના આશિર્વાદ અને પોતાની આગવી મહેનત અને ધગશનાં કારણે હું ડોકટર બની શકયો છું અને મારા માતા-પિતા જયાં ફરજ બજાવી રહૃાા છે ત્‍યાં મારી નિમણૂંક થતાં ગૌરવ અનુભવી રહૃાું છું તેવું અંતમાં ડો. મોહિત ચૌહાણ ઘ્‍વારા જણાવ્‍યું હતું.

બાબરા સરકારી દવાખાનામાં મુખ્‍ય તબીબ અને એકલવીર કહેવા ડો. સાકીર વ્‍હોરાએ પણ હર્ષોલ્‍લાસ સાથે જણાવ્‍યું હતું કે, અહીં 3 ડોકટરની જગ્‍યા ખાલી હતી પણ હવે વધુ એક ડોકટરની ભરતી થતાં લોકોને તબીબી સેવાનો લાભ વધુ સરળ બનશે.

error: Content is protected !!