સમાચાર

કુંકાવાવનાં એક પરિવારનું ઉત્તરક્રીયા નિમિત્તે વૃક્ષારોપણનું પ્રેરણાદાયી કાર્ય

કુંકાવાવનાં એક પરિવારનું ઉત્તરક્રીયા નિમિત્તે વૃક્ષારોપણનું પ્રેરણાદાયી કાર્ય

કુંકાવાવ, તા. ર

કુંકાવાવના મીશન ગ્રીન ઉપવન ટીમના સભ્‍ય અતુલભાઇ વોરાના પિતાશ્રી બાવચંદભાઇ વોરાના સ્‍વર્ગસ્‍થ તથા તે નિમિત્તે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જનતનો ઉત્તમ દાખલો બેસાડયો હતો.

વધુમાં જણાવ્‍યું હતું કે, જે લોકો વડીલોના સ્‍વર્ગવાસ નિમિત્તે ઉત્તરક્રીયાના બદલ વૃક્ષોનું વાવેતર કરે તની જગતમાં કયારય વૃક્ષારોપણ માટે જન જાગૃતિના કાર્યક્રમો કરવાની જરૂર નહીં રહે. ત્‍યાર, આ નવી પ્રજાને ગામના સરપંચ સુભાષભાઇ ભગત અને ટીમે આવકારીન ઉપવનમાં વૃક્ષોના વાવેતરમાં મદદ કરી હતી. જયારે પરિવારના સભ્‍યો અતુલભાઈ વોરા, કમલશેભાઇ ભાનુબેનમોવલીયા, નીતાબેન શીયાણી, કીશોરભાઇ પી. વોરા, ચંદુભાઇ વોરા, પ્રવિણભાઇ વોરા, વિલાસબેન વોરા, રીટાબેન વોરા તથા ધોળીબેન બાવચંદભાઇ વોરા દ્વારા કુંકાવાવમાં ઉપવનમાં વૃક્ષો સાથે સાથે બાળકોના રમતો માટેના સાધનો માટે 80 હજાર જેવી રકમનું દાન આપીને ઉત્તરક્રીયાની નવી રીત અને નવી પ્રથાને સૌ કોઇએ આવકારીને પર્યાવરણ માટે ઉત્તમ રીતના વખાણ કર્યા હતા.

error: Content is protected !!