સમાચાર

અમરેલી જિલ્‍લામાં આવાસ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ ?

વરસડાનાં જાગૃત્ત નાગરિકે મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવ્‍યો

અમરેલી જિલ્‍લામાં આવાસ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ ?

એક જ પરિવારમાં બબ્‍બેવાર આવાસ યોજનાનો લાભ અપાયાનો કર્યો આક્ષેપ

ભ્રષ્‍ટબાબુને રૂપિયા આપવામાં આવે તો જ સહાય મંજુર થતી હોવાનું જણાવ્‍યું

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લામાં આવાસ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ થતું હોવાનો આક્ષેપ વરસડાનાં જાગૃત નાગરિક હરેશભાઈ માધડે કર્યો છે.

મુખ્‍યમંત્રી રૂપાણીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, ભૂકંપ દરમ્‍યાન મારૂ મકાન જર્જરીત થઈ ગયેલ છે જેથી સરકારની આંબેડકર આવાસ યોજના તળે નિયત નમૂનામાં ફોર્મ ભરી તમામ સાધનીક કાગળો સાથે સમાજ કલ્‍યાણ પંચાયત-અમરેલીની કચેરીમાં આપતા સમાજ કલ્‍યાણ અધિકારીએ સ્‍થળ પર આવી તપાસ કરી અમોને કહૃાું કે, તમો મકાન પાડી નાખો, તમારી મકાન સહાય મંજુર થઈ જશે.પરંતુ ચોમાસુ તેમજ લોકડાઉનના કારણે અમોએ મકાન પાડેલ નહી. ત્‍યારબાદ અમોને કહૃાું કે તમો ઓનલાઈન અરજી કરો, અરજી ક્રમાંક : ર031301014014739, તા. ર/7/ર0નાં રોજ અરજી કરી ફરી અમોને કહૃાું કે તમારે પ0% રકમ આપો તો મકાન નહીં પાડવું. મેં કહૃાું કે આ મકાનમાં રહી શકીએ તેમ નથી મારે મકાન બનાવવા છે મે પૈસાની ના પાડી એટલી મારી અરજી નામંજુર કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, વર્ષ ર019-ર0માં આવાસ યોજના તળે કુલ 417 વ્‍યકિતઓને મકાન સહાય આપવામાં આવેલ છે. જેમાં સરદાર આવાસ, ઈન્‍દિરા આવાસ યોજના    તળે મકાન મેળવેલ છે તેઓને તેમના પિતા તથા પુત્રના નામે એક પરિવારનાં બે વ્‍યકિતઓને મકાન સહાય આપેલ છે. (1) બાબરા તાલુકાના બળેલ પીપરીયા, ઈંગોરાળા, ખંભાળા (ર) સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી (3) જાફરાબાદ તાલુકાના વડલી (4) લાઠી તાલુકાનાં શેખપીપરીયા (પ) ધારી તાલુકાના હુડલી (6) જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી (7) ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા (8) અમરેલી તાલુકાના નાના માચીયાળા (9) બગસરા તાલુકાના નવી હળીયાદ, માવજીંજવા, મોટા મુંજીયાસર (10) લીલીયા તાલુકાના અંટાળીયા, નાના રાજકોટ, એકલારા (11) કુંકાવાવ તાલુકાના તાલાળી, દેવગામ, અમરાપુર, ખડખડ તેમજ તાલુકા પંચાયતનાં પૂર્વસદસ્‍યને કેરીયાનાગસ ગામે ર0 વર્ષ જુના એકી સાથે બનાવેલ મકાન ઉપર મકાન સહાય આપેલ છે. અપરિણીત વ્‍યકિતઓના નામે મકાન સહાય આપેલ છે. વર્ષ ર01પથી ર0ર0 દરમ્‍યાન અપાયેલ મકાન સહાયનું સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે. પરંતુ નિયામક અનુ.જાતિ કલ્‍યાણ-જુનાગઢ ફકત અરજદારોના જવાબ લઈ પ્રકરણ ભીનું સંકેલવા પ્રયત્‍ન કરે છે. અમરેલી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવી કૌભાંડને પેપરમાં પ્રસિઘ્‍ધ કરાવેલ છે તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન પાંચાભાઈ ડાભીએ પણ સદરહું કચેરીમાં વચેટીયા પ્રથા દૂર કરવાની માંગ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમો પ0% રકમ આપવા સંમત થયા નહીં એટલે મારા મકાનનો ફોટો પાડી જવાબદાર અધિકારીને બતાવે છે. અમારૂ મકાન જર્જરત છે, સહાય મંજુર કરવામાં આવે તુરત જ મકાન પાડી નાખવા સંમત છીએ, ન્‍યાય આપવા તેમજ થયેલા કૌભાંડની સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા તપાસ થવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!