સમાચાર

દેશભરમાં સ્‍વામીનાથન સમિતિની ભલામણ લાગુ કરો

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું

દેશભરમાં સ્‍વામીનાથન સમિતિની ભલામણ લાગુ કરો

પંજાબ, હરિયાણા સહિતનાં ખેડૂતોને ખાલિસ્‍તાની કહેવા યોગ્‍ય નથી

આંદોલનકારી કિસાનો ઉપર અત્‍યાચાર કરવા સામે નારાજગી વ્‍યકત કરી

ખેડૂતોની માંગ સ્‍વીકારવામાં નહી આવે તો ગામડે-ગામડે આંદોલન કરવાની ચીમકી આપીત્ર

અમરેલી, તા. 1

અમરેલી જિલ્‍લા બિનરાજકીય ખેડૂત પુત્રોએ કલેકટર મારફત પ્રધાનમંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, કૃષિ પ્રધાન દેશ ઉપર બિન-ખેડૂત સત્તાધીશોના શાસનમાં કોઈ ખેડૂતની કોઈ પણ પ્રકારની માંગણીઓ વગર કૃષિ-બિલ જેવા રૂપાળા નામ નીચે ધરાહાર ઠોકી બેસાડેલ અઘ્‍યાદેશ વિરુદ્ધ દેશભરના કિસાનોનું દેશવ્‍યાપી આંદોલન મોટી સંખ્‍યામાં કિસાનો દિલ્‍હી તરફ કુચ કરવાની જગત તાતને ફરજ પડેલ છે.

જગત તાતને આંદોલન કરવાની અને દિલ્‍હી તરફ કુચ કરવાની ફરજ પડવાના કારણો જેમાં ખેતી વિષયથી સંપૂર્ણ અજાણ આ સરકાર દ્વારા ત્રણ એવા કાયદા ઠોકી બેસાડવામાં આવેલા છે. જેનો અભ્‍યાસ કરવામાં આવે તો ખેડૂતોમાંથી ગુલામ બનાવવાના આ અઘ્‍યાદેશમાં (1) આવશ્‍યક ચીજવસ્‍તુનો કાયદો સંશોધન-ર0ર0. (ર) બજાર સમિતિ વાણીજય વેપાર (3) કૃષિ કરાર આધારિત કોન્‍ટ્રાકટ ફાર્મિંગ કાયદાઓ ખેડૂતોના વિરુદ્ધબનાવવામાં આવેલ. આ કાયદા બનવવા માટે એક પણ ખેડૂતોએ આ બિન-ખેડૂત સરકાર પાસે કયારેય પણ કોઈ માંગણીઓ કરેલ નથી, તો કોના કહેવાથી અને કોના ઈશારે અને કોના હિત માટે ધરાહાર આ કાયદા ઠોકી બેસાડવામાં આવેલ ? ઉપરોકત બિન વ્‍યવહારિક કાયદાઓ વિરુદ્ધમાં દેશવ્‍યાપી કિસાનો દ્વારા આંદોલન ચાલી રહેલ હોઈ તેવા કિસાનો ઉપર પાણીનો છંટકાવ, લાઠી ચાર્જ, રસ્‍તાઓ ખોદી અવરોધ ઉભા કરવા વગેરે અનેક પ્રકારના દમન આ ખેડૂત વિરોધી માનસિકતા ધરવાતી સરકાર દ્વારા કરવામાં આવી રહેલ હોઈ.

જે દમન સંપૂર્ણ અટકાવી બિન-હિંસક ચાલી રહેલ આંદોલનને લોહીયાળ બનાવવાના પ્રયત્‍નો સદંતર બંધ કરી અને આંદોલન કરવું એ દરેકનો અબાધિત અધિકાર હોઈ જે અધિકારને ઘ્‍યાને લઇ તેમજ કોઇપણ પ્રકારના આંદોલનને પાકિસ્‍તાન કે ખાલિસ્‍તાન કે ચીન સાથે જોડવું તે સદંતર ગેર વ્‍યાજબી છે. કેમ કે એટલી મોટી સંખ્‍યામાં માણસો અને ભારતમાં નોંધાયેલ ટ્રેકટરો કોઈ ખાલિસ્‍તાન કે પાકિસ્‍તાનથી લાવવા શકય નથી.

તાત્‍કાલિક ધોરણે આ કૃષિ બિલ રદ કરી આંદોલન કરી રહેલ કિસાનની માંગણી મુજબ નિરાકરણ લાવી કૃષિ પ્રધાન દેશમાં કિસાનોની માંગણીઓને માન્‍ય રાખી આંદોલનનું તત્‍કાલિક નિરાકરણ લાવવામાં આવે અને જો એમ કરવામાં નહિ આવે તો દેશના દરેક ગામડે, તાલુકે અનેજીલ્લા મથકેથી ખેડૂતો સાધન સામગ્રી લઈને દિલ્‍હી તરફ કુચ કરે અને એ બાબતે જે કોઈ નુકશાન થાય એ બાબતે સંપૂર્ણ જવાબદારી આ બની બેઠેલ બિન-કિસાન સરકારની રહેશે.

અને જો આ બિન-ખેડૂત સરકારને સાચે જ ખેડૂતોના હિતની ચિંતા હોઈ તો સ્‍વામીનાથન રીપોર્ટ લાગુ કરે અને સુપ્રીમ કોર્ટના સ્‍પે. એસ.એમ.પી. રપ910/ર014ના તારીખ 6/7/ર017 ના આદેશાનુસાર દેશ અને રાજયમાં આત્‍મ હત્‍યા કરી રહેલ ખેડૂતો માટે કાયમી નીતિ બનાવવાના આદેશનો તાત્‍કાલિક અમલ કરે અને જૂની ચાલી આવતી પાક વીમા યોજનાને નવા રૂપાળા નામ આપી પ્રધાન મંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત જે મોટી મોટી વાતો અને ફાંકા માંરેલા એ ફાંકા મુજબ ખેડૂતોને વીમો ચૂકવી તમારી ખેડૂતો પ્રત્‍યેની નિષ્ઠા પ્રગટ કરો અને દેશમાં પ્રથમ વખત આ ઉભડ સરકારના રાજમાં ર0ર0 નું ખરીફ પાકનું વીમા પ્રીમિયમ લેવામાં આ સરકાર નિષ્‍ફળ રહી અને અતિ વૃષ્ટિમાં થયેલ નુકશાનનું વળતર દેશની તેજુરી ઉપર ભારણ વધાર્યું. આ દરેક બાબત તમારી ખેડૂતો પ્રત્‍યેની સુગ અણગમો નિષ્‍ક્રિયતા છતી કરે છે. અને જયારે ટીવી ઉપર ફાંકા ફોજદારી કરેલ મુજબ ખેડૂતો જયારે વીમા વળતર માંગે ત્‍યારે આખે આખી સરકાર વીમા કંપનીની તેજુરી બચાવવાના પેંતરા કરી ખેડૂતોની સામે તમે વીમા કંપનીની તરફેણમાં ઉભેલ દેખાવ છો એબાબત તમારો ખેડૂતો વિરોધનો પ્રેમ છલકાતો અનુભવી શકાય છે. આ તમામ બાબત ઘ્‍યાને લઇ કૃષિ પ્રધાન દેશના કિસાનોને આંદોલનો કરવા રોડ ઉપર નીકળવું પડે નહિ તેવી અગાઉથી તકેદારી રાખવી એ સરકારની પાયાની ફરજ છે. એના તદ્ર વિરુદ્ધ પરિસ્‍થિતિનું નિર્માણ થયેલ છે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!