સમાચાર

આજથી 48 કલાક માટે વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો

બહુ સહન કરી લીધું હવે સહન કરવાની શકિત નથી

આજથી 48 કલાક માટે વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો

બગસરામાં તંત્રની પરેશાની સામે વેપારીઓમાં રોષની આંધી

વહીવટીતંત્ર તેમનું આક્રમક વલણ નહી છોડે તો અચોકકસ મુદ્‌ત સુધી બંધની ચીમકી

બગસરા, તા. ર7

હાલમાં બગસરામાં કોરોના વાઈરસ સામે સરકારની તમામ તંત્ર ઘ્‍વારા જે તે ખાતામાં સરકારી આદેશથી ટારગેટ પુરા કરવાનાં બ્‍હાના હેઠળ દરેક વેપારીઓને અને આમજનતાને ઉપરાંત ગામડાથી આવેલા લોકોને યેનકેન પ્રકારે અસહૃા દંડ કરે છે અને દુકાનોને સીલ કરવા સુધીની ધમકી પણ આપવામાં આવે છે. આવા અસહૃા દંડ સામે સમગ્ર વેપારી આલમ વિરોધ કરે છે. આની સામે ન્‍યાય મેળવવા માટે આવતીકાલથી 48 કલાક એટલે કે તા. ર8 તથા તા. ર9 (શનિ-રવિ) દરેક વેપારીઓ સજજડ બંધ પાળશે. છતાં પણ આ સમયમાં જો કોઈ સંતોષકારક ઉકેલ નહિ આવે તો ના છુટકે અચોકકસ મુદત માટે બંધનું એલાન આપવાની ફરજ પડશે. તેમ વેપારી એસોસીએશનનાં આગેવાનોએ ચીમકી આપી છે.

error: Content is protected !!