સમાચાર

રાજુલા : જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા મુલાકાત

રાજુલા : જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા મુલાકાત

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીએ ભરડો લીધો છેત્‍યારે અમરેલીના કાર્યશીલ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત લઇ પરિસ્‍થિતિનો તાગ મેળવવાના પ્રયત્‍નો કરેલ જે અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે માસ્‍ક પહેરી કોરોના મહામારીને અટકાવવા લોકોનો પૂરતા પ્રમાણમાં સહયોગ મળી રહે તેમજ આ માટે મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પોલીસ અને આરોગ્‍ય વિભાગ સાથે સંકલનમાં રહી સ્‍પેશ્‍યલ ડ્રાઇવ કરી લોકોમાં જાગૃતતા લાવવા જણાવેલ તેમજ કોવિડ-19 અંતર્ગત ડેઝીગનેટેડ કોવિડ કેર સેન્‍ટર સરકારી હોસ્‍પિટલ રાજુલા અને પ્રા.આ. કેન્‍દ્ર વાવેરાની આકસ્‍મિક મુલાકાત લઇ પરિસ્‍થિતિનો તાગ મેળવી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે કોવિડ-19 કામગીરી અંગે સમીક્ષા કરેલ અને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉપરાંત સરકારી કે પ્રાઇવેટ હોસ્‍પિટલમાં આવતા ફલુના દર્દીઓને સ્‍વેચ્‍છાએ રેપિડ ટેસ્‍ટ કરાવવા કે સેલ્‍ફ હોમ કવોરન્‍ટાઈન રહેવા જણાવેલ સાથે કોવિડ કેર સેન્‍ટરમાં દાખલ દર્દીઓને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરી વિગતો મેળવેલ અને અન્‍ય દેશ, રાજય કે જિલ્લા બહારથી આવતા લોકો હોમ કવોરન્‍ટાઇન રહે અને જો જરૂર પડે તો તાત્‍કાલીક નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર પર જઈ રેપિડ ટેસ્‍ટ કરાવે જેથી કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમજ આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા કરાતા હાઉસટુ હાઉસ સર્વેને વધુ સઘન બનાવવા તેમજ પ0 વર્ષથી ઉપરના કે કોઈપણ ઉંમરના બિનચેપી રોગો વાળા અને સર્વે દરમિયાન મળી આવેલ ફલુના દર્દીઓ ઉપર સઘન નિગરાણી રાખવા જણાવેલ. હાલની કોવિડ-19ની પરિસ્‍થિતિને ઘ્‍યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ઘરે બેઠા લોકોને આરોગ્‍ય સેવાનો લાભ મળી રહે તેવી ઇ-સંજીવની ઓપીડીનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે તેજસ પરમાર દ્વારા અપીલ કરવામાં આવી તેમજ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારની મુલાકાત દરમિયાન તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.એન.વી. કલસરિયા, આરએમઓ ડો.પીઠડીયા, ડો. જેઠવા, સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતનો પંચાયત, આરોગ્‍ય અને નગરપાલિકાનો સ્‍ટાફ હાજર રહેલ અને કોવિડ-19 અંતર્ગત કરાતી કામગીરીની સમીક્ષા કરી આગળ પણ આવી કામગીરી ચાલુ રાખવા જણાવેલ જે યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!