સમાચાર

જાફરાબાદનાં રોહિસાથી રત્‍નેશ્‍વર રોડનું ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા ખાતમુર્હુત

જાફરાબાદનાં રોહિસાથી રત્‍નેશ્‍વર રોડનું ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા ખાતમુર્હુત

જાફરાબાદ તાલુકાના રોહિસા ગામથી રત્‍નેશ્વર મહાદેવ સુધી માર્ગ વર્ષોથી બિસ્‍મારહાલતમાં હતો. આ ગામની સૌથી પહેલી માંગ પણ હતી. તેમજ આ વિસ્‍તારના યુવા ધારાસભ્‍ય અંબરીષ ડેર જયારે વર્ષ ર017ની વિધાનસભાની ચુંટણી સમયે રોહિસા ગામમાં જાહેર સભામાં વચન આપ્‍યું હતું કે આગામી પાંચ વર્ષમાં રોહિસાથી રત્‍નેશ્વર મહાદેવને જોડતો રોડ જો ના બને તો પાંચ વર્ષ બાદ મત માંગવા નહીં આવું ત્‍યારે ધારાસભ્‍ય દ્વારા ચુંટણી સમયે આપેલ વચન આજ પૂર્ણ કર્યું છે ચુંટણી જીતવા માટે ધણાં નેતાઓ ખાલા વચનો આપતા હોય છે પરંતુ રાજુલાનાં ધારાસભ્‍ય દ્વારા આપેલા વચનો ઈમાનદારી અને પ્રમાણિકતાથી પૂર્ણ કરવા માટે પ્રયત્‍નશીલ છે ત્‍યારે આજરોજ અંદાજે રૂા. 1.30 કરોડની રકમનો મંજૂર થયેલ રોહિસાથી રત્‍નેશ્વર રોડનું ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરનાં હસ્‍તે ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે જાફરાબાદ કોંગ્રેસનાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, પ્રકાશભાઈ બાંભણીયા, ભીમભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, મુનાભાઈ વાળા, નારણભાઈ બાંભણીયા, છગનભાઈ વાઘેલા, ભુપતભાઈ વાઘેલા, ભરતભાઈ બારૈયા, વિજયભાઈ બાંભણીયા, હમીરભાઈ સાંખટ, રામભાઈ રાઠોડ, ભુપતભાઈ સાંખટ, ડાયાભાઈ મકવાણા, છગનભાઈ નાનુભાઈ, દેવાભાઈ વાઘેલ, માઘુભાઈ વાંજા, દુદાભાઈ પરમાર, તેમજ રતશ્ચર મહાદેવ મંદિરના પૂજારી જમનાગીરી શંકરગીરી, વિમલભાઈ જોષી સહિતના સ્‍થાનિક યુવાનો આગેવાનો તથા ગ્રામજનોઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!