સમાચાર

અમરેલી જિલ્‍લામાં આસ્‍થાભેર જલારામ જયંતીની ઉજવણી

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સહિતનાં નિયમોને આધીન

અમરેલી જિલ્‍લામાં આસ્‍થાભેર જલારામ જયંતીની ઉજવણી

તમામ શહેરોમાં શોભાયાત્રા, સામૂહિક મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો મોકુફ રખાયા હતા

રઘુવંશી સહિતનાં દરેક સમાજે સંત શિરોમણીનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી

કોવિડ-19ની મહામારીથી છુટકારો અપાવવા પૂ. જલારામબાપાને પ્રાર્થના કરાઈ

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લામાં આજે રઘુવંશી સહિતનાં દરેક સમાજ ઘ્‍વારા સંત શિરોમણી, પૂ. જલારામબાપાની રર1મી જન્‍મ જયંતીની સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમોને આધીન આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલીમાં વરસડા માર્ગ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે સવારનાં 8 થી રાત્રીનાં 9 સુધી પૂ. જલારામબાપા અને પૂ. વિરબાઈમાનાં અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને પૂ. જલારામબાપાનાં દર્શનાર્થીઓને પેકિંગમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, કોંગી પ્રમુખ ડી.કે. રૈયાણી, વિહિપનાં આગેવાનો તેમજ મોટી સંખ્‍યામાં પૂ. બાપાનાં ભકતોએ આરતી દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી તો લીલીયા રોડ પર આવેલ પૂ. જલારામબાપાનાં મંદિરે પણ અલૌકિક દર્શન યોજાયા હતા.

કોવિડ-19ની મહામારીનાં કારણે શોભાયાત્રા, સામૂહિક મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો મોકુફ રાખવામાંઆવ્‍યા હતા. પૂ. જલારામબાપાનાં ભકતોએ કોવિડ-19ની મહામારીથી છુટકારો અપાવવા પ્રાર્થના કરી હતી.

અમરેલી ઉપરાંત સાવરકુંડલા, બગસરા, ધારી, દામનગર, રાજુલા, બાબરા, વડિયા, ચલાલા, ખાંભા, લીલીયા સહિતનાં સ્‍થળોએ પણ પૂ. જલારામબાપાની રર1મી જન્‍મ જયંતીની આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

દામનગર

દામનગરમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી જલારામબાપાની રર1મી જયંતીના સાંપ્રત પરિસ્‍થિતિને ઘ્‍યાનમાં રાખીને બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજવામાં આવ્‍યો તેમજ કોરોનાને ઘ્‍યાનમાં રાખીને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ રાખીને માસ્‍ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને દર્શન અને આરતીની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી અને પ્રસાદી દરેક ઘરે પહોંચાડવામાં આવી.

સમાજની અંદર એકતા, બંધુત્‍વની ભાવના તથા પારસ્‍પરિક પ્રેમ વધે અને કોરોનામાંથી જલ્‍દી મુકિત મળે તેવી જલારામબાપા પાસે પ્રાર્થના અને કોટી કોટી વંદન.

error: Content is protected !!
%d bloggers like this: