સમાચાર

અમરેલીમાં માસ્‍ક ન પહેરવા બદલ રૂપિયા ર.પ3 લાખનો દંડ વસુલ કરવામાં આવ્‍યો

જિલ્‍લામાં એક જ દિવસમાં ર0 દુકાનોને સીલ કરવામાં આવતાં ફફડાટ

અમરેલીમાં કોવિડ-19 અંતર્ગત સ્‍પેશ્‍યલ ડ્રાઈવ યોજાઈ

માસ્‍ક ન પહેરવા બદલ રૂપિયા ર.પ3 લાખનો દંડ વસુલ કરવામાં આવ્‍યો

ધારી, બગસરા, અમરેલી, ખાંભા સહિતનાં ગામોમાં દુકાનો સીલ કરાઈ

આગામી દિવસોમાં પણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરાશે

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લામાં કોવિડ-19 અંતર્ગત જિલ્‍લા વહીવટીતંત્ર ઘ્‍વારા સ્‍પેશ્‍યલ ડ્રાઈવ ગોઠવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં આજે કુલ ર0 દુકાનો સીલ કરવામાં આવી હતી. જયારે માસ્‍ક નહી પહેરવા બાબતે જિલ્‍લાભરમાંથી રૂા. ર,પ3,000નાં દડની રકમ વસુલ કરવામાં આવેલ છે.

આજે અમરેલી તાલુકામાં 3 દુકાનો સીલ કરવામાં આવેલ. આ ઉપરાંત વડિયામાં 1, બાબરામાં 4, ધારીમાં 4, બગસરામાં 6, ખાંભામાં ર મળી કુલ ર0 દુકાનો/એકમો સીલ કરવામાં આવેલ છે.

જયારે જિલ્‍લામાં આજે માસ્‍ક નહી પહેરનાર લોકો પાસેથીઅમરેલીમાં રૂા. ર3 હજાર, વડિયામાં રૂા. પ હજાર, લાઠીમાં રૂા. ર1 હજાર, બાબરામાં રૂા. 60 હજાર, ધારીમાં રૂા. 3ર હજાર, બગસરામાં રૂા. 11 હજાર, ખાંભામાં રૂા. 11 હજાર, સાવરકુંડલામાં રૂા. 41 હજાર, લીલીયામાં રૂા. 4 હજાર, રાજુલામાં રૂા. 36 હજાર અને જાફરાબાદમાં રૂા. 9 હજાર મળી કુલ રૂા. ર,પ3,000ની વસુલાત કરવામાં આવેલ છે.

આગામી દિવસોમાં પણ માસ્‍ક નહી પહેરનારા તથા સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી શરૂ રહેનાર હોય લોકો સરકારની ગાઈડાઈન મુજબ માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ઉપયોગ કરે તે જરૂરી છે.

error: Content is protected !!
%d bloggers like this: