સમાચાર

આનંદો : અમરેલી-બાબરા માર્ગ ફોરલેન બનશે: ધારાસભ્‍ય ઠુંમરે રાજય સરકારમાં રજૂઆત કરી

‘‘અમરેલી એકસપ્રેસ”માં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં સક્રીય ધારાસભ્‍ય વિરજી ઠુંમરે રાજય સરકારમાં રજૂઆત કરી

આનંદો : અમરેલી-બાબરા માર્ગ ફોરલેન બનશે

અમરેલી-બાબરા વચ્‍ચેનો માર્ગ ફોરલેન બની ગયા બાદ રાજકોટ જવા-આવવામાં વધુ અનુકુળતા ઉભી થશે

અમરેલીયનો મોટી સંખ્‍યામાં દરરોજ રાજકોટ આવન-જાવન કરતાં હોય સમય અને નાણા બચશે

રાજયનાં માર્ગ-મકાન વિભાગ દ્વારા વહીવટી કામગીરી શરૂ થતાં આનંદનો માહોલ છવાયો

અમરેલી, તા. ર1

અમરેલી-ચિતલ- બાબરા વચ્‍ચેનાં હયાત ટુ લેન માર્ગને આગામી દિવસોમાં ફોરલેન બનાવવા માટેની વહીવટી પ્રક્રિયાનો પ્રારંભ થતાં વાહનચાલકોમાં આનંદનો માહોલ છવાયોછે.

“અમરેલી એકસપ્રેસ” દૈનિકમાં થોડા દિવસો પહેલા અમરેલી-ચિતલ-બાબરા વચ્‍ચેનો માર્ગ ફોરલેન બનાવવાથી થતાં ફાયદાઓ અંગે અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ બાબરાનાં સક્રીય ધારાસભ્‍ય વિરજી ઠુંમરે રાજયનાં માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલને પત્ર પાઠવેલ.

જે અનુસંધાને મંત્રીએ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માર્ગ-મકાન વિભાગનાં સચિવને સુચના આપી હોવાનો આધાર ધારાસભ્‍યને પાઠવેલ છે.

અમરેલી-ચિતલ- બાબરા વચ્‍ચેનો અંદાજિત 33 કિ.મી.નો માર્ગ હાલ ટુ લેન છે જેથી વાહનચાલકોને ઓવરટેક કરવામાં મુશ્‍કેલી ઉભી થાય છે જેથી રાજકોટ કે અન્‍ય શહેર સુધી પહોંચવામાં વિલંબ થાય છે.

અમરેલી-બાબરા વચ્‍ચેનો માર્ગ ફોરલેન બની જાય તો અમરેલીયનોને રાજકોટ આવન- જાવનમાં અનુકુળતા ઉભી થાય તેમ છે. કારણ કે બાબરાથી રાજકોટ- જામનગર, મોરબી કે કચ્‍છ જવા માટે ફોરલેન માર્ગની સુવિધા હોવાથી અમરેલીથી ઉપરોકત શહેરો સુધી જવામાં નાણા અને સમયનો બચાવ થાય તેમ છે.

અમરેલીયનો દરરોજ મોટી સંખ્‍યામાં રાજકોટ આવન-જાવન કરે છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ કે ઉદ્યોગપતિઓ તેમજ દર્દીઓ પણ મોટી સંખ્‍યામાં રાજકોટ આવન-જાવન કરતાં હોવાથી તમામને ફાયદો મળી શકે તેમ છે.

આમ “અમરેલી એકસપ્રેસ”નાં અહેવાલ અને ધારાસભ્‍ય ઠુંમરની રજૂઆત બાદઅમરેલી-બાબરા માર્ગ ફોરલેન બનાવવા માટેની વહીવટી કાર્યવાહી શરૂ થતાં વાહનચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: