સમાચાર

ફિલ્મી સફર

પ્રકરણ-16

પ્રિય વાચક મિત્રો,

હરફન મૌલા રફીસાબ અને ભારતની કોયલ લત્તાજી

માનનીય વડીલોને નવા વર્ષના પ્રણામ તથા મિત્રોને નમસ્કાર સહ નવ વર્ષની શુભેચ્છા.

વિ.સ. ર077ની શરૂઆત થઈ ચૂકી છે. કોરોના મહામારી વિશ્વને પરેશાન કરી રહી છે. નવ વર્ષમાં કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ મુકત થાય, સ્વાસ્થ્ય દરેકનું જળવાઈ રહે તથા સમૃઘ્ધિ સભર દિવસો દરેકના પસાર થાય તે જ નવ વર્ષની શુભેચ્છા તથા ઈશ્વરને પ્રાર્થના સહ.

ફિલ્મી સફર આગળ ચલાવતા હિન્દી સિનેમાના સંગીત-ગીતના બે આધાર સ્તંભ સમા કલાકારની ચર્ચા આજે કરીશું.

લત્તા મંગેશકર : હેમા દિનાનાથ મંગેશકરનો જન્મ ર8-9-19ર9ના ઈંદોર સ્ટેટ (ઈંદોર)માં થયો. તેમની માતાનું નામ શેવાંતી મંગેશકર હતું. તેમના પિતાજી પંડિત દિનાનાથ મંગેશકર એક શાસ્ત્રીય સંગીતકાર, ગાયક, સ્ટેજ અભિનેતા હતા. તેમના દાદા ગોવના મંગેશી મંદિરના પૂજારી હતા. તેથી તેમને મંગેશકર તરીકે ઓળખવા લાગ્યા હતા. લત્તાજીનું નામ “હેમા”રાખવામાં આવેલ પણ તેમના પિતા એક સ્ટેજ એકટર હતા. એક નાટકના પાત્ર “લતિકા” પરથી તેમનું નામ “લત્તા” કરવામાં આવ્યું. લત્તાજીને ત્રણ બહેનો મીના, આશા તથા ઉષા નામથી છે. તથા હૃદયનાથ નામના તેમના ભાઈ છે. તેમના ભાઈ-બહેનો પણ સંગીતના વ્યવસાય સાથે જોડાઈ સમગ્ર ભારત તથા વિશ્વમાં પ્રચલિત થયા છે. તેઓ માત્ર પાંચ વર્ષની નાની વયે તેમના પિતા દ્વારા સંગીત તથા અભિનયની તાલીમ પામ્યા છે. સંગીતનો ખજાનો તેમને વારસામાં પ્રાપ્ત થયેલ છે.

194રમાં તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાજીનું નિધન થયું. તેમના નજીકના કુટુંબી મા. વિનાયક તેમને મરાઠી સંગીત તરફ લઈ ગયા. 194પમાં તેઓ મા. વિનાયક સાથે મુંબઈ આવ્યા અને ઉસ્તાદ અમનઅલી ખાન પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યા. લત્તાજી તથા આશાજીએ 194પમાં મા. વિનાયકની ફિલ્મ “બડિયા”માં નાની ભૂમિકા તથા લત્તાજીએ “માતા તેરે ચરણમેં” ભજન પણ ગાયું હતું. 1946માં “આપકી સેવામેં” તથા “સુભદ્રા” ફિલ્મોમાં તેઓ પાર્શ્વગાયક તરીકે ચમકયા.

1948માં મા. વિનાયકનું નિધન થયું અને સંગીત નિર્દેશક ગુલામ હૈદર તેમના ગોડફાધર બન્યા. તેમણે લત્તાજીને અભિનયના બદલે એક ગાયિકા તરીકે કારકિર્દી બનાવવાનું કહયું. તેમણે લત્તાજીની મુલાકાત તે સમયના સફળ નિર્માતા- નિર્દેશક શશધર મુખર્જીજેઓ શહીદ ફિલ્મ બનાવતા હતા ત્યારે કરાવી. પણ લત્તાજીનો અવાજ ખૂબ પાતળો છે તેવું કહી તેમને શશધર મુખર્જીએ નકારી કાઢયા. ત્યારે હૈદરઅલીએ તેમને જણાવેલ કે એક સમય એવો આવશે કે હિન્દી સિનેમાના નિર્માતા, નિર્દેશક લત્તાજીને ગીતો તેમની ફિલ્મમાં ગાવા માટે પગે લાગશે. તેમનું વાકય સાચુ પડયું. હૈદરઅલીએ 1948માં “મજબુર” ફિલ્મમાં લત્તાજીને ગીત આપ્યું. “દિલ મેરા તોડા” જે સફળ રહયું. ફિલ્મ સફળ રહી. ત્યારબાદ ક્રમશઃ લત્તાજી સફળતાના શિખરો સર કરતા જ રહયા. ર013માં લત્તાજીએ કહયું કે “ગુલામ હૈદર તેમના સાચા ગોડફાધર હતા” જેમણે તેની પ્રતિભાને ઓળખી હતી.

તે સમયના ગીતોમાં ઉર્દુ શબ્દોને પ્રાધાન્ય અપાતું તેથી લત્તાજીએ “શફી” નામના ઉર્દુ શિક્ષક પાસેથી ઉર્દુ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નુરજહાંની તેઓ નકલ કરે છે તેવું તે સમયના વિવેચકો તેમને કહેતા હતા. પણ 1949ની “મહલ” ફિલ્મના “આયેગા” ગીતથી લત્તાજીને અલગ ઓળખાણ મળી. 19પ0ના વર્ષથી લત્તાજી તે સમયના તમામ સંગીતકારો સાથે કામ કરી રહયા હતા.

લત્તાજી વિશે લખવા બેસીએ તો કેટલું લખાય તે આપ સૌ જાણો છો તેથી તેમની ચર્ચા તેમની ફિલ્મોના ગીતો દરમિયાન કરતા રહીશું.

લત્તાજીને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાલકે એવોર્ડ, લાઈફ ટાઈમ ફિલ્મફેર એચીવમેન્ટ એવોર્ડ ઉપરાંત અસંખ્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 1969માં તેમણે બીજા ગાયક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે ફિલ્મ ફેર એવોર્ડ સ્વીકારવાનું બંધ કરેલ હતું. 1984થી મઘ્યપ્રદેશ સરકાર દ્વારા લત્તા મંગેશકર એવોર્ડથી બીજા કલાકારોને સન્માનિત કરવાની શરૂઆત કરી. 199રથી મહારાષ્ટ્ર સરકાર પણ લત્તા મંગેશકર એવોર્ડની શરૂઆત કરી. ફ્રાંસના સર્વોચ્ચ સન્માન પણ લત્તાજીને પ્રાપ્ય છે. હાલ 91 વર્ષની વયે તેઓ તંદુરસ્ત જીવન પસાર કરી રહયા છે.

મહંમદ રફી : મહંમદ રફીનો જન્મ તા.ર4-1ર-19ર4ના રોજ કોટા (પંજાબ પ્રાંત)માં થયો. તેમના પિતા હાજી અલી મહંમદના પુત્રો પૈકી રફી સાહેબ બીજા નંબરના પુત્ર હતા. અમૃતસર પાસેના કોટા ગામથી તેઓ લાયેર રહેવા ગયા. ત્યાં તેમનું બચપણનું હુલામણું નામ “ફેકો” રહયું. તેઓ એક ફકીરના ગીતની નકલ કરતા જેથી તેમને ફેકો નામથી લોકો, મિત્રો બોલાવતા હતા.

રફી સાહેબને ઉસ્તાદ અબ્દુલ શાહીદ ખાન, પંડિત જીવનલાલ તથા ફિરોજ નિઝામી પાસેથી શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. માત્ર 13 વર્ષની વયે તેઓએ કે.એલ. સાયગલના ગીતો લોકો સમક્ષ રજૂ કર્યા. 1941માં પંજાબી ફિલ્મોમાં ગાવાની તક મળી અને 1944માં લાહોર રેડિયો સ્ટેશનમાં તેઓના ગીત રજૂ થયા.

શ્યામ સુંદર સંગીતકાર સાથે સંબંધોબંધાયા પછી તેઓ મુંબઈ આવ્યા. જયાં તેઓ મહેબુબ ખાન, અભિનેતા, નિર્દેશક નઝીરના સંપર્કમાં આવ્યા. 194પમાં “ગાંવ કી ગોરી” ફિલ્મ દ્વારા જે ગીતના શબ્દો “એ દિલ મુશ્કીલ” હતા. હિન્દી સિનેમામાં પ્રથમ ગીત ગાયું. મહંમદ રફી સાહેબે લૈલા મજનુ તથા જુગ્નુ ફિલ્મમાં અભિનય પણ કર્યો. નુરજહાં સાથે અનમોલ ઘડી, કે.એલ. સાયગલ સાથે શાહજહાં ફિલ્મમાં ગીતો ગાયા.

આઝાદી પછી નુરજહાં પાકિસ્તાન જતા રહયા. રફી સાહેબ ભારતના મુંબઈમાં સ્થાયી થયા. 1948માં મહાત્મા ગાંધીજીની હત્યા પછી હુસ્નલાલ ભગતરામના સંગીત રાજેન્દ્ર ક્રિષ્ણના લખેલા ગીત “સૂનો સૂનો એ દુનિયાવાલો બાપુજી કી અમર કહાની” ગીત પ્રચલિત થયું. ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ રફી સાહેબને તેમના ઘરે આમંત્રણ આપ્યું. રજત પદકથી સન્માનિત સવતંત્રતા દિનપર કરવામાં આવ્યા.

19પ0થી તેઓએ કારકિર્દીની સફળતાની તરફ પ્રયાણ કર્યું. જે પછીની ગાથા સોનેરી અક્ષરે હિન્દી સિનેમામાં હંમેશા જળવાયેલી છે. તેમને પદ્મશ્રી એવોર્ડ તથા ફિલ્મ ફેર એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ વગેરે ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તા.31-7-1980ના રોજ હૃદયરોગના હુમલાથી તેઓનું નિધન થયું. પણ તેમના સ્વર દ્વારા તેઓ અમર જ રહયા છે.

તદ્ ઉપરાંત હેમંતકુમાર જેમને સફળતા 1947થી મળી.ત્યારે તેમની ચર્ચા કરીશું. તથા એચ.એસ. રવૈલ નિર્માતા- નિર્દેશક બીમલ રોય નિર્માતા નિર્દેશક તરીકે 194પના વર્ષોમાં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો.

194પ : ગત અંકમાં જણાવ્યા મુજબ 194પમાં 71 જેટલી ફિલ્મોનું નિર્માણ થયું. તે પૈકી સુરેન્દ્રની “આરતી, પરીન્દે, ચાંદ ચકોરી” ઉલ્લેખનીય રહી. કરણ દિવાનની જીન્નત સૌથી સફળ ફિલ્મ રહી.

મોતીલાલની પિયા મિલન, સાવન તથા બીસવી સદી સફળ રહી. પૃથ્વીરાજ કપૂરની ફુલ સફળ ફિલ્મ રહી. તો વિક્રમાદિત્ય, દેવદાસી ઉલ્લેખનીય રહી. દિલીપ કુમારની પ્રતિમા સફળ ન રહી. પી. જયરાજની રાહત, પાહરી સન્યાલની રામાયણ થોડા ઘણા અંશે સફળ રહી. અશોક કુમારની બેગમ તથા હુમાયુ સૌથી સફળ ફિલ્મો રહી.

કે.એલ. સાયગલની કુરૂક્ષેત્ર સફળ રહી પણ તદબીર ફિલ્મે સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા. જયંત દેસાઈના નિર્દેશન નિર્માણમાં લાલ મહંમદના સંગીતમાં કે.એલ. સાયગલ, સુરૈયા, મુબારક, શશીરાજ, રેહાનાથી અભિનિત તદબીર ફિલ્મ તેની વાર્તા તથા ગીતોથી સફળ ફિલ્મ રહી.

આગામી અંકમાં 1946ની ફિલ્મોની ચર્ચા કરીશું. આભાર. (ક્રમશઃ)

error: Content is protected !!
%d bloggers like this: