સમાચાર

અનીડા ખાતે મનિષ સંઘાણીની અઘ્‍યક્ષતામાં સહકારી સેમિનાર યોજાયો

અનીડા ખાતે જિલ્‍લા સંઘના ચેરમેન મનિષ સંઘાણીની અઘ્‍યક્ષતામાં સહકારી સેમિનાર યોજાયો

અમરેલી જિલ્લા સહકારી સંઘ ના ચેરમેન મનીષ સંઘાણીના અઘ્‍યક્ષતામાં 67માં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી સંદર્ભે અનીડા ખાતે સહકારી સેમિનાર યોજાયો. સમગ્ર ભારત વર્ષમાં દર વર્ષે અખિલ ભરત સહકાર સપ્તાહની ઉજવણી ભારત રાષ્ટ્રીય સહકારી સંઘ નવી દિલ્લી માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે ત્‍યારે અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણીની અઘ્‍યક્ષતા હેઠળ યુવાનો, મહિલાઓ અને નબળા વર્ગો માટે સહકારીતા વિષય વસ્‍તુ પર કુકાવાવ તાલુકાના અનિડા મુકામે મંત્રી મેનેજર અને હોદ્‌ેદારો માટે સહકારી સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના મેનેજર બી.એસ.કોઠિયા, અમરેલીના સી.એ. બી.એસ. કોઠિયા અને સી.એ.હિતેષ ભાઈ ખાનેસા, અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. કુંકાવાવ તાલુકાના ડાયરેકટર બાબુભાઇ સખવાળા, મંડળીના ઉપપ્રમુખ આનંદભાઈ, સહકારી આગેવાનો બેચરભાઈ, પોપટભાઈ, ચુનીલાલ, ધીરૂભાઇ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શબ્‍દોથી અને સાલ ઓઢાડીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને આગળ ધપાવતા અઘ્‍યક્ષ સ્‍થાનેથી મનીષ સંઘાણી દ્વારા જણાવાયું હતું કે, આ સહકાર સપ્તાહની ઉજવણી હેતુ સહકારી પ્રવૃતિ સાથે જોડાયેલા તમામ સભાસદો, કાર્યકર્તા અને કર્મચારીઓ માટે સહકારીતાનું પાયાનું જ્ઞાન અને જાણકારી ફેલાવવા માટે કરવામાં આવે છે. ત્‍યારે વધુમાં અઘ્‍યક્ષ દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંઘની વિગતે વાત કરતા જણાવ્‍યું હતું કે સંઘની સેવાઓનો લાભ પૂરા જિલ્લાની મંડળીઓ લે, તેવો સહુને અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: