સમાચાર

આજે સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્‍મ જયંતી

કોરોનાનાં કારણે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો મોકુફ

આજે સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્‍મ જયંતી

અમરેલી ખાતે લોહાણા મહાજન વાડી ખાતે સવારનાં 8થી રાત્રીનાં 9 સુધી માત્ર દર્શન કરી શકાશે

કોરોનાની મહામારીથી છુટકારો અપાવવા પૂ. બાપાને પ્રાર્થના કરવામાં આવશે

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લામાં આવતીકાલે સંત શિરોમણી પૂ. જલારામબાપાની રર1મી જન્‍મજયંતીની કોરોનાનાં કારણે સાદગી અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

અમરેલી ખાતે શોધાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. માત્ર લોહાણા મહાજન વાડી ખાતે સવારનાં 8થી રાત્રીનાં 9 સુધી દર્શન કરી શકાશે તેમાં પણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક પહેરવાનાં નિયમનું પાલન કરવામાં આવશે.

સાવરકુંડલા

આમ તો કાર્તિક સુદ સાતમ એટલેક સમગ્ર લોહાણા સમાજ માટે એક રૂડો અવસર. આમ તો છેલ્‍લા ઘણા વર્ષોથી સાવરકુંડલા પ.પૂ. સંત શિરોમણી જલારામબાપાની જન્‍મ જયંતી નિમિત્તે જલારામબાપાનાં ભકતજનો ખૂબ જ ભાવ અને આસ્‍થાપૂર્વક ઉજવણી કરતાં જોવા   મળે છે. આ દિવસે બાપાનું પૂજન અર્ચન અને આ શુભ પર્વમાં બાપાની શોભાયાત્રા સમગ્ર શહેરમાં ખૂબ જ હર્ષ અને ઉલ્‍લાસ અને ઉમંગ સાથે પૂર્ણ આસ્‍થાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભકતજનો ભકિતમાંતરબોળ થઈ બાપાની શોભાયાત્રામાં સામૈયા સાથે બાપાનાં ગુણલા ગાતા જોવા મળે છે. આ દિવસે લોહાણા વેપારી સમાજ પોતાના કામધંધા અને વ્‍યવાસય બંધ રાખી આખો દિવસ બાપાની આરતી પૂજા અર્ચના અને ભોજન ભજનમાં પસાર કરતાં જોવા મળે છે. આ દિવસે લોહાણા સમાજનાં તમામ કુટુંબોને સમૂહ જ્ઞાતિ પ્રસાદ ભોજન ગ્રહણ કરતાં જોવા મળે છે. આમ જલારામ ભકતો માટે આ દિવસ એટલે લોહાણા સમાજની બીજી દિવાળી ગણાય. પરંતુ આજની વિકટ પરિસ્‍થિતિને લીધે કોરોના ગાઈડલાઈન્‍સનું પાલન કરવું પણ જરૂરી હોવાથી સમગ્ર આજે પોતાના ઘરે જ ખૂબ જ ભાવપૂર્વક પૂ. જલારામબાપાનું પૂજન અર્ચન કરવાનું ઠરાવ્‍યું છે. આમ દર વર્ષે થતું સમસ્‍ત લોહાણા સમાજનું સમૂહ પ્રસાદ, જ્ઞાતિ ભોજનનું આયોજન આ વર્ષે મુલત્‍વી રાખવામાં આવેલ છે. આમ તો પ.પૂ. સંતશિરોમણી જલારામબાપા સમગ્ર લોહાણા સમાજનાં હૃદયમાં બિરાજમાન છે અને સાચી ભકિત અને આસ્‍થાથી બાપાનું પૂજન અર્ચન લોહાણા સમાજનાં દરેક ઘરમાં થાય છે. આમ કોરોનાની મહામારીને કારણે સરકારી ગાઈડલાઈનનું અક્ષરશઃ પાલન કરવા માટે સમગ્ર લોહાણા સમાજે પ્રતિબઘ્‍ધતા દાખવી આ પ્રસંગની સામૂહિક ઉજવણી હાલનાં વર્ષે મોકુફ રાખી છે. પ.પૂ. સંતશિરોમણી જલારામબાપાની રર1મી જન્‍મ જયંતી પણ એક યાદગાર પ્રસંગ બની રહેશે. આપ્રસંગે સમગ્ર લોહાણા સમાજે પૂ. બાપા સન્‍મુખ આ કોરોના મહામારીની નાબૂદી માટે હૃદયનાં ઊંડા ભાવથી પ્રાર્થના પણ કરશે. જો કે જલારામ મંદિરમાં દર્શન દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્‍લા રહેશે.

સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી કિર્તીભાઈ રૂપારેલ, જગદીશભાઈ માધવાણી, કમલેશભાઈ સૂચક, જસાભાઈ સરૈયા અને હસુભાઈ વડેરા સમેત તમામ લોહાણા મહાજનનાં અગ્રણીઓ પણ પ.પૂ. સંતશિરોમણી જલારામબાપાની આ જન્‍મ જયંતી નિમિતે જલારામબાપા સમક્ષ આ કોરોના મહામારીની નાબૂદી અંગે હૃદયનાં ઊંડા ભાવથી પ્રાર્થના કરેલ છે. જલારામબાપાનાં મંદિરે સવાર-બપોર અને સાંજની આરતીના દર્શન સરકારની કોવિડ ગાઈડલાઈન્‍સનું પાલન કરીને શરૂ છે. ભકતજનોએ આ કોરોના મહામારીનાં કપરા કાળમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા પણ વિનંતી કરવામાં આવે છે.

તદુઉપરાંત લીલીયા, બાબરા, બગસરા, વડિયા, કુંકાવાવ, દામનગર, ચલાલા, ધારી, વીજપડી, ખાંભા, રાજુલા પંથકમાં પણ પૂ. જલારામબાપાની જન્‍મ જયંતીની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.

error: Content is protected !!
%d bloggers like this: