સમાચાર

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા સવા લાખ મંત્ર જાપમાળાનું પ્રેરણાદાયી કાર્ય

અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજનાં માર્ગદર્શન હેઠળ

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા સવા લાખ મંત્ર જાપમાળાનું પ્રેરણાદાયી કાર્ય

શહેરના વિદ્વાન ભૂદેવોએ ભગવાન પરશુરામના સવા લાખ મંત્રજાપ કર્યા

સમસ્‍ત બ્રહ્મસમાજની યુવા ટીમ દ્વારા સમગ્ર આયોજન કરાયું

બાબરા, તા. ર0

અમરેલી શહેરમાં આગામી દિવસોમાં ભૂદેવોના ઈષ્‍ટ અને આરાઘ્‍ય ભગવાન શ્રી પરશુરામજીના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે. ત્‍યારે તે પૂર્વે ભગવાન પરશુરામજીના મંત્રજાપમાળા કરવામાં આવે તેવી લાગણી અને પ્રેરણા જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી ઘ્‍વારા વ્‍યકત કરવામાં આવતા તેને બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજના અગ્રણીઓ અને યુવા ટીમ ઘ્‍વારા સહર્ષ વધાવી લીધી હતી અને ભગવાનપરશુરામજીના મંત્રજાપનું આગવું આયોજન કરવામાં આવ્‍યું હતું.

બાબરામાં ગાયત્રી મંદિર ખાતે ભગવાન પરશુરામજીના સાનિઘ્‍યમાં તા. 18/11/ર0ને બુધવારના રોજ વિઘ્‍વાન ભૂદેવો ઘ્‍વારા ભગવાન પરશુરામજીના સવા લાખ મંત્રજાપ કરવામાં આવ્‍યા હતા.

આ તકે જિલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, પ્રો. યોગેશભાઈ ઠાકર, બાબરા તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ હસુભાઈ જોષી, મહામંત્રી ભરતભાઈ મહેતા, દિલીપભાઈ મહેતા, ઘેલુભાઈ જોષી, મિતુલભાઈ જોષી, બાબરા ગાયત્રી મંદિરના ટ્રસ્‍ટી નરૂભાઈ ત્રિવેદી, સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

આ તકે જિલ્‍લા તેમજ તાલુકાના બ્રહ્મસમાજના ઉપસ્‍થિત અગ્રણીઓ ઘ્‍વારા અહી મંત્રજાપમાં બેઠેલા ભૂદેવોને પૂજન અર્ચન કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તેમજ આ તકે વિશેષ ઉપસ્‍થિત જિલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીએ હર્ષોલ્‍લાસ સાથે જણાવ્‍યું હતું કે, અમરેલી શહેરમાં જિલ્‍લા મથકે ભગવાન પરશુરામજીના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવના આયોજનથી સમગ્ર જિલ્‍લાના ભૂદેવ પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્‍યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સમગ્ર જિલ્‍લામાં શહેર અને તાલુકા મથકે ભગવાન પરશુરામજીના મંત્રજાપ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેઓ ઘ્‍વારા સમગ્ર આયોજન બદલ બાબરા બ્રહ્મસમાજની યુવાટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: