સમાચાર

સાવરકુંડલા-મહુવા માર્ગ ઉપર ગોરડકા ગામ નજીક સીટી બસ પલ્‍ટી જતાં એક મહિલા સહિત ર નાં મોત

અમરેલી જિલ્‍લામાં ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરતાં વાહનો સામે લાલ આંખ જરૂરી છે

સાવરકુંડલા-મહુવા માર્ગ ઉપર ગોરડકા ગામ નજીક સીટી બસ પલ્‍ટી જતાં એક મહિલા સહિત ર નાં મોત

13 મુસાફર ઈજાગ્રસ્‍ત જેમાં 4ની હાલત ગંભીર

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લાનાં માર્ગો પર જુદા-જુદા વાહનોમાં ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરતાં વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની નિષ્‍ક્રીયતાનાં કારણે નિર્દોષ મુસાફરો અકાળે મોતને ભેટી રહૃાા છે. આવી જ એક વધુ ઘટનાં આજે બની છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા-મહુવા માર્ગ પર આવેલ ગોરડકા ગામ નજીકથી મુસાફરોને ખીચોખીચ ભરેલ સીટી બસ પસાર થતી હોય અકસ્‍માતે બસ પલ્‍ટી જતાં એક મહિલા સહિત ર મુસાફરોનાં મોત થયા છે. જયારે અન્‍ય 13 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં ર મુસાફરોની હાલત અતિ ગંભીર બનતાં તેઓને અમરેલી ખાતે ટ્રાન્‍સફર કરવામાં આવેલ છે. આ અકસ્‍માતમાં મહેશભાઈ રવજીભાઈ વાળા (ઉ.વ. 4ર) રહે. સાવરકુંડલા અને ગેરીબેન લીંબાભાઈ ચેહામ (ઉ.વ. પપ) રહે. સાવરકુંડલાનું મોત થયેલ છે. તો સોહિલ બેલીમ, મનસુખભાઈ વાળા, કૂલદીપભાઈ ભુવા અને જીવાભાઈ વાળાને ગંભીર ઈજા થતાં અમરેલી ખાતે ખસેડવામાં આવેલ છે. અન્‍ય 9 મુસાફરોને સ્‍થાનિકકક્ષાએ સારવાર આપવામાં આવી રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: