સમાચાર

બાબરામાં કોવિડ-19નાં નિયમો નહિ જાળવતા દુકાનદારો પર તવાઈ

અમરેલી જિલ્‍લામાં દિપોત્‍સવી પર્વ બાદ તંત્ર પૂનઃ સક્રીય

બાબરામાં કોવિડ-19નાં નિયમો નહિ જાળવતા દુકાનદારો પર તવાઈ

કરિયાણા, ખાણી-પીણી, મેડિકલ સ્‍ટોર સહિત 4 દુકાનોને સીલ કરવામાં આવતા ફફડાટ

વહીવટીતંત્ર દંડ કરે અને બાદમાં અફસોસ કરવો તેના કરતાં સૌ સાવચેત રહે તે જરૂરી

જિલ્‍લાનાં તમામ વેપારીઓએ ગ્રાહકોને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન કરાવવું જોઈએ

બાબરા, તા. ર0

રાજયમાં વધતા જતાં કોરોનાનાં કેસને લઈને તંત્ર હરકતમાં આવ્‍યું છે. માસ્‍ક નહિ પહેરતા, સામાજિક અંતર નહિ જાળવતા અને સેનેટાઈઝરનો ઉપયો નહિ કરતા અને લોકો વિરૂઘ્‍ધ સ્‍થાનિક તંત્ર ઘ્‍વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. શહેરમાં નગરપાલિકા, પોલીસ અને મામલતદારની સંયુકત ટીમ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવતા મોટાભાગનાં લોકો માસ્‍ક વગરના ઝપટે ચડયા હતા તો દુકાનધારકો પણ બેદરકાર જણાતા તંત્ર ઘ્‍વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

બાબરામાં આજે બપોર બાદ સ્‍થાનિક તંત્રની ટીમ ઘ્‍વારા શહેરનાં અલગ અલગ વિસ્‍તારમાં અને બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા માસ્‍ક વિના ફરતા લોકો પણ દંડાયા હતા તેમજ દુકાનધારકો પણ બેદરકાર જણાતા નગરપાલિકા ઘ્‍વારા કડક કાર્યવાહી હાથ ધરી દુકાનો સીલ કરવામાં આવી હતી.નગરપાલિકા સહિત સ્‍થાનિક પોલીસ અને મામલતદારની ટીમ સાથે ચેકીંગ હાથ ધરતા અહીં કરીયાણા રોડ પર આવેલ એક હોલસેલની દુકાન તેમજ નાના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ દર્શન મેડિકલ સ્‍ટોર તેમજ ગરમ વસ્‍ત્રોનો એક પંડાળ અને એક ખાણી-પીણીની લાીર મળી કુલ ચાર જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી.

અહીં તંત્ર ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, જે દુકાનધારક કોવિડ-19ના નિયમોનું પાલન નથી કરતા તે તમામ દુકાનધારક વિરૂઘ્‍ધ કાર્યવાહી કરી સીલ કરવામાં આવી હતી. જે દુકાનો અને મેડિકલ સ્‍ટોર સીલ કરવામાં આવ્‍યા છે તે તમામ દુકાનધારોક ઘ્‍વારા પુરતું સામાજિક અંતર નથી જાળવ્‍યું તેમજ માસ્‍કનો પણ ઉપયોગ નથી કરતા અને સેનેટાઈઝર પણ ઉપયોગ નહિ કરતા હોવાનું જણાઈ આવતા સખત કાર્યવાહી કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું.

કોરોના મહામારીમાં વધતા જતાં કેસની સામે તંત્ર એકશનમાં આવ્‍યું છે. ત્‍યારે વેપારીઓ અને લોકો વધુ જાગૃત બની કોવિડ-19નાં નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

error: Content is protected !!
%d bloggers like this: