સમાચાર

સાવરકુંડલામાં 16 કલાકની જહેમત બાદ અયોઘ્‍યા મંદિરની આબેહૂબ રંગોળી બનાવી

સાવરકુંડલામાં દીકરીએ 16 કલાકની જહેમત બાદ અયોઘ્‍યા મંદિરની આબેહૂબ રંગોળી બનાવી

અયોઘ્‍યામાં રામમંદિર નિર્માણની શુભ શરૂઆતથી દેશમાં આસ્‍થા અને ઉમંગથી અયોઘ્‍યામાં રામલલ્‍લાનાં શિલાન્‍યાસથી નવી આશાઓ પ્રજવલીત બની છે. ત્‍યારે તહેવારોમાં ભગવાન શ્રીરામની અયોઘ્‍યાની રંગોળી 16 કલાકની જહેમત કરીને સાવરકુંડલાની દીકરીએ રંગોળીનાં કલરથી પ્રાણ પૂર્યા હતા. સાવરકુંડલાનાં કાણકીયા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતી સુરભી બી. પંડયાએ 100 ઈંચની લંબાઈ અને પ0 ઈંચની પહોળાઈનું રંગોળીમાં અયોઘ્‍યા મંદિર નિર્માણ કર્યુ હતું. એક દિવસની 16 કલાકની લાંબી જહેમત બાદ દીકરી સુરભીએ અયોઘ્‍યા મંદિર રંગોળીથી નિર્માણ કર્યુ હતું. જયારે હાલ દેશભરમાં આસ્‍થા સાથે રામમંદિર ચાલતું હોય ત્‍યારે રામમંદિરનાં અયોઘ્‍યા મંદિર જોવા પણ મોટી સંખ્‍યામાં લોકો ઉમટયા હતા.

error: Content is protected !!
%d bloggers like this: