સમાચાર

રાષ્‍ટ્રીય સહકાર મહાસંઘમાં દિલીપ સંઘાણી બિનહરીફ

રાષ્‍ટ્રીય સહકાર મહાસંઘમાં દિલીપ સંઘાણી બિનહરીફ

દેશની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્‍થા રાષ્‍ટ્રીય સહકાર મહાસંઘનાં 19 ડીરેકટરની ચૂંટણી યોજાઈ રહી છે. ચેરમેનની ચૂંટણી તા. ર3મીએ યોજાશે. ગુજરાતમાંથી ડીરેકટરપદ માટે દિલીપ સંઘાણી (ઈફકો), જયોતીન્‍દ્ર મહેતા અને ઘનશ્‍યામ અમીને અલગ-અલગ વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં દિલીપ સંઘાણીનું ફોર્મ માન્‍ય રહૃાું છે અને તેઓ ચેરમેનપદનાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહૃાાં છે. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે નેશનલ કો. ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્‍ડિયાની સ્‍થાપના 19ર9માં થઈ હતી શરૂઆતમાં તેમનું નામ ઓલ ઈન્‍ડિયા કો.ઓપરેટીવ ઈન્‍સ્‍ટીટયુટ એસો. હતું. ત્‍યારબાદ 1961માંનેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્‍ડિયા રાખવામાં આવ્‍યું. સંસ્‍થાની મુખ્‍ય કામગીરી દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનું છે. હાલ દેશની સ્‍ટેટ અને મલ્‍ટી સ્‍ટેટ લેવલની ર4ર સંસ્‍થા તેની સદસ્‍ય છે.

error: Content is protected !!
%d bloggers like this: