સમાચાર

રાજુલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ધારાસભ્‍ય ડેરે ઉમેદવારો ઉતાર્યા

પૂર્વ ધારાસભ્‍યની પેનલ સામે

રાજુલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ધારાસભ્‍ય ડેરે ઉમેદવારો ઉતાર્યા

સ્‍થાનિક સહકારી જગતમાં ગરમાવો આવ્‍યો

રાજુલા, તા. ર0

સહકારી ક્ષેત્રની ચૂંટણી મોટાભાગે બિનહરીફ થતી હોય છે પરંતુ આ વખતે યોજાનારી રાજુલા માર્કેટીંગયાર્ડની ચૂંટણીમાં યુવા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તથા સહકારી ક્ષેત્રનાં કુશળ ખેડૂત આગેવાનો અને પીઢ કોંગ્રેસી નેતાઓનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણી પૂર્વે જ સંપૂર્ણ તૈયારીઓ કરી એક સક્ષમ અને મજબૂત ખેડૂત પેનલ અને વેપારી પેનલ તૈયારી કરી હતી કે જે ખેડૂતો અને વેપારીઓનાં હિતોને સમજી શકે અને જમીની સ્‍તરથી જોડેલા આગેવાનોને જ પેનલમાં સમાવેશ કરવામાં આવ્‍યો હતો. વર્ષોથી ખેતી સાથે અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને સર્વે સમાજોને મહત્‍વ આપવામાં આવ્‍યું હતું. જેમાં આજરોજ લાભપાંચમનાં શુભ દિવસે ખેડૂત વિભાગમાં હનુભાઈ ધાખડા, જોરૂભાઈ ધાખડા, ભાણાભાઈ મોર, છગનભાઈ કળસરીયા, કરશનભાઈ જાળોધરા, દિલીપભાઈ સોજીત્રા, ગોબરભાઈ ધડુક, વનરાજભાઈ કોટડીયા, ભીમભાઈચૌહાણ, ટપુભાઈ રામ, ભગવાનભાઈ વાઘ, ભનુભાઈ પાંડવ, ડાયાભાઈ વોરા, હાદાભાઈ પોપટ સહિતના ઉમેદવારો ઘ્‍વારા ફોર્મ ભર્યા હતા. જયારે વેપારી પેનલમાં રાજેન્‍દ્રભાઈ ઠકકર, દિવ્‍યે દોશી, વલ્‍લભભાઈ લાડુમોર, હસમુખભાઈ મકવાણાએ ફોર્મ ભર્યા હતા. ત્‍યારે ખેડૂતો અને વેપારીઓનાં હિતોના મુદાઓ સાથે આ પેનલ ચૂંટણીજંગ લડશે અને વિજય પ્રાપ્‍ત કરશે તેવો વિશ્‍વાસ આગેવાનો ઘ્‍વારા વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: