સમાચાર

બગસરા ખાતે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં સહકારી સેમિનાર યોજાયો

બગસરા ખાતે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં સહકારી સેમિનાર યોજાયો

ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ નવી દિલ્‍હીની માર્ગદર્શીકા મુજબ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને  67 અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમના પાંચમાં દિવસે બગસરા મુકામે શ્રી સ્‍વસ્‍તિક શરાફી સહકારી મંડળી લી. ના સૌજન્‍યથી રોજગાર- ધંધા ગુમાવનાર અસરગ્રસ્‍તોને પુનઃ રોજગાર આપવા માટે કૌશલ્‍ય વિકાસ એ વિષય વસ્‍તુ પર સહકારી સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિષેશ તરીકે ધારી, બગસરા અને ખાભા વિસ્‍તારના નવા ચુંટાયેલ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ઉપસ્‍થિત રહયા હતા. જયારે કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી અને કરવામાં આવી હતી. કાર્યક્રમને આગળ ધપાવતામંડળીના પ્રમુખ દ્વારા મહાનુભવોનુ શબ્‍દોથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. ત્‍યાર બાદ મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ, મોમેન્‍ટો અને સાલ ઓઠાડીને સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે બોલતા નવનિર્વાચીત ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ જણાવ્‍યુ હતુ કે અમરેલી જીલ્લા સહકારી સંઘ સહકારી પ્રવૃતિના વિકાસમાં ઉપયોગી શિક્ષણ, તાલીમ, પ્રચાર, પ્રકાશન, સંગઠનની ખુબજ સારી કામગીરી મનીષ સંઘાણીના સક્ષમ નેતૃત્‍વ હેઠળ કરી રહ્યો છે. તે બદલ તેઓ દ્વારા મનીષ સંઘાણીને શુભેચ્‍છા સહ અભિનંદન પાઠવ્‍યા હતા. જયારે કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાનેથી બોલતા યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા જણાવ્‍યુ હતુ કે સહકાર સપ્તાહના સાતેય દિવસની ઉજવણીના વિષય વસ્‍તુ હાલની વિષય વસ્‍તુને અનુલક્ષીને હોય છે. તે મુજબ આપણે સૌ કાર્યકરો અને તમામ સહકારી સંસ્‍થાઓની સંયુકત જવાબદારી છે કે આ સપ્તાહના હેતુઓને સફળ બનાવવા આપણે સહિયારા પ્રયાસ કરીએ. આગળ તેઓ દ્વારા સંઘની વિવિધ પ્રવૃતિઓની માહીતી આપી જણાવેલ કે સંઘની સેવાઓનો બધી મંડળીઓએ લાભ ઉઠાવવા અનુરોધ કર્યો હતો. આ સેમીનારમા 60 થી 70 જેટલા મંડળીના સભાસદો અને હોદેદારો તેમજ બગસરા શહેરના સામજીક અને રાજકીય આગેવાનો જોડાયને સેમીનારને સફળ બનાવ્‍યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: