સમાચાર

જાફરાબાદનાં દરિયાકાંઠેથી પ0 નોટિકલ માઈલ દૂર ઈજાગ્રસ્‍ત માચ્‍છીમારનો જીવ બચી ગયો

ધારાસભ્‍ય અંબરીશ ડેરની રજૂઆત રંગ લાવી

જાફરાબાદનાં દરિયાકાંઠેથી પ0 નોટિકલ માઈલ દૂર ઈજાગ્રસ્‍ત માચ્‍છીમારનો જીવ બચી ગયો

રાજુલા, તા. ર0

જાફરાબાદની રાધિકા પ્રસાદ નામની બોટ એક બોટ ગતરોજ બપોરનાં સમયે અંદાજે પ0 નોટિકલ માઈલ દૂર ફિસિંગ સમયેરતીલાલ સોલંકી નામના એક ખલાસીને ફિસિંગ કામ કરતા વીજ નાની મશીનમાં આવી જતા ઈજા પામી હતી. એટલે ટંડેલ ઘ્‍વારા સમય-સૂચકતા રાખી તાત્‍કાલિક ધોરણે વાયરલેશ ઘ્‍વારા જાફરાબાદનાં આગેવાનોને માહિતી આપતા તેમણે સ્‍થાનિક ધારાસભ્‍ય અંબરીશ ડેર અને કોળી સમાજનાં યુવા આગેવાન પ્રવિણ બારૈયાને તાત્‍કાલિક જાણ કરતા આ બંને આગેવાનો ઘ્‍વારા જિલ્‍લા કલેકટર, મરીન પોલીસ તથા સ્‍પીડ બોટનાં પાઈલટને જાણ કરી તંત્ર ઘ્‍વારા તાત્‍કાલીક સ્‍પીડ બોટની મદદથી દરિયામાં મધદરિયે બોટમાં ઈજાગ્રસ્‍ત ખલાસીને પીપાવાવ પોર્ટ ખાતે લાવી એમ્‍બ્‍યુલન્‍સ મારફતે હનુમંત હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. હાલ તેની તબીયત સ્‍થિર છે. આ સફળ રેસ્‍કયુ સમયે પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ ધવલ સાકરીયા તથા પોલીસ સ્‍ટાફ સહિતનાં અધિકારીઓ પણ ખડેપગે રહૃાાં હતા. ત્‍યારે આ ખલાસીને સમયસર સારવાર મળી રહેતા આબાદ બચાવ થયો હતો. આ તકે ખારવા સમાજનાં આગેવાનો ઘ્‍વારા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને વહીવટીતંત્રનો આભાર વ્‍યકત કર્યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: