સમાચાર

અમરેલી જીલ્‍લાની સારી કામગીરી કરનાર દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીઓને શિલ્‍ડ સર્ટીફિકેટ એનાયત કરાયા

અમરેલી જીલ્‍લાની સારી કામગીરી કરનાર દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીઓને શિલ્‍ડ સર્ટીફિકેટ એનાયત કરાયા

ગુજરાત રાજય સહકારી સંઘ ઘ્‍વારા ગુજરાત રાજયનાંઅલગ અલગ જીલ્‍લામાં સહકારી સંઘના માઘ્‍યમથી જુદા જુદા પ્રકારની               મંડળી/સંસ્‍થાઓની કાર્યક્ષમતા મુજબ હરીફાઈ આયોજ કરવામાં આવે છે. એ અંતર્ગત અમરેલી જીલ્‍લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્‍લા સહકારી સંઘ ઘ્‍વારા વર્ષ ર019-ર0 દરમિયાન દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીઓનો શિલ્‍ડ અને સર્ટિફિકેટ હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર મંડળીઓને રાજય સહકારી સંઘ ઘ્‍વારા શિલ્‍ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે 67માં અખિલ ભારત સહકાર સપ્‍તાહના સંદર્ભમાં યોજાયેલ સહકારી સેમીનારમાં વર્ષ ર019- ર0ની પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર મંડળીઓને શિલ્‍ડ અને સર્ટિફિકેટ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા. જેમાં પ્રથમ ક્રમે આવનાર પ્રતાપપરા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.ને ભારત સરકારનાં કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાનાં વરદ હસ્‍તે તેમજ બીજા ક્રમે આવનાર નાના આંકડીયા મહિલા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. ને સહકાર શિરોમણી અને ખેડૂત નેતા દિલીપભાઈ સંઘાણીનાં વરદ હસ્‍તે અને ત્રીજા ક્રમે આવનાર જેશીંગપરા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.ને અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં વરદ હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે આ પ્રસંગે અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી ખરીદ વેચાણ સહકારી સંઘ લી.નાં ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા, અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.નાં વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. નાં મેનેજર બી.એસ. કોઠીયા અને અમરેલી જીલ્‍લાનાં સહકારી સંસ્‍થાઓના નાના-મોટા નામી અનામી પદાધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!
%d bloggers like this: