સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોવિડને લઈને અગમચેતીનાં ભાગરૂપે ઝૂંબેશ

કલેકટર આયુષ ઓકે વીસીથી પરિસ્‍થિતિની સમીક્ષા કરી

અમરેલી જિલ્‍લામાં કોવિડને લઈને અગમચેતીનાં ભાગરૂપે ઝૂંબેશ

જિલ્‍લામાં કોવિડ કેસોમાં કોઈ વધારો થયો નથી છતાં પણ અગમચેતીરૂપે તંત્ર એલર્ટ

મિઠાઈની દુકાનો, ફાસ્‍ટફૂડ, રેસ્‍ટોરન્‍ટ સહિતનાં કર્મચારીઓના સેમ્‍પલ લેવાશે

અમરેલી, તા. ર0

જિલ્લા કલેકટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે વીડિયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ તથા તાલુકાઓની તમામ હોસ્‍પિટલના સુપ્રીટેન્‍ડન્‍ટો તેમજ તમામ તબીબી અધિકારીઓ સાથે કોવિડની પરિસ્‍થિતિ, સારવાર સુવિધાઓ, ધન્‍વંતરી રથો દ્વારા થઈ રહેલી કામગીરી, રેપિડ સર્વે હેઠળ આરોગ્‍ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્લા કલેકટરે જણાવ્‍યું હતું કે, હાલ દિવાળીનાતહેવારો અને આવનાર લગ્નના મુહૂર્તને ઘ્‍યાને લઇ તમામ મિઠાઇની દુકાનો, ફાસ્‍ટફુડ દુકાનો, કેટરીંગ, રેસ્‍ટોરન્‍ટ, પાર્ટી પ્‍લોટ, વાડીના કર્મચારીઓના તેમજ ભીડભાડ વાળી દુકાનો, લારી, પાનના ગલ્લા વાળા, ધાર્મિક સ્‍થળોની નજીકમાં લોકોના વધુમાં વધુ સેમ્‍પલ લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

નોંધનીય છે કે અન્‍ય મહાનગરોની જેમ અમરેલીમાં કોવિડ કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. પરંતુ આરોગ્‍ય તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા જુદા જાહેરનામા સબબ ચેક લીસ્‍ટ તૈયાર કરી તે પ્રમાણે તમામ દુકાનોની ચકાસણી કરવા તેમજ માસ્‍ક, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ, હેન્‍ડ ગ્‍લવ્‍ઝ, હેન્‍ડ સેનીટાઇઝર વગેરેની ચકાસણી માટે માર્ગદર્શન આપ્‍યું હતું. જિલ્લા કલેકટરે બસ સ્‍ટેન્‍ડ પર સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ       જળવાય, લોકો માસ્‍ક પહેરે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. ખાનગી તબીબો ફલુના દર્દીનું નિયમિત રીપોર્ટીંગ કરે, મેડીકલ સ્‍ટોરના માલિક ફલુ પેરાસીટામોલ, એજીથ્રોમાઇસીન જેવી દવા લેનાર ગ્રાહકની વિગતો આરોગ્‍ય વિભાગને મોકલે છે કે કેમ તેની કાળજી લેવા જણાવ્‍યું હતું.

આરોગ્‍ય અધિકારીઓને કલેકટરે માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે ફલુના લક્ષણવાળા લોકો એન્‍ટીજન ટેસ્‍ટ કરાવેઅથવા 14 દિવસ માટે હોમ કવોરેન્‍ટાઇન થાય તે અત્‍યંત જરૂરી છે તેમજ આરોગ્‍ય વિભાગ તરફથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ સઘન કરવાનું રહેશે. આ ઉપરાંત મેડીકલ સ્‍ટોર કે ખાનગી હોસ્‍પીટલમાં ફલુ સારવારના દર્દીની ત્‍વરીત હોમ મુલાકાત કરી તેનું તાપમાન, જાઘર માપી સારવાર આપવી તથા જરૂર જણાયે હોસ્‍પીટલમાં રીફર કરવાના રહેશે.

કલેકટરે ધન્‍વંતરી રથને વેગવાન કરવા અને લોકોના ઘરે જઇ વધુમાં વધુ ટેસ્‍ટીગ કરવા અને સારવાર આપવા જણાવ્‍યું હતું. તેમજ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી જેવી કે, નિયતદંડ વસુલવો, એપેડેમીક એકટ અંતર્ગત એફ.આઇ.આર. કરવા સબંધિત વિભાગને તાકીદ કરી હતી.

આ વીડિયો કોન્‍ફરન્‍સમાં અધિક જિલ્લા કલેકટર, જિલ્લા આરોગ્‍ય અધિકારી, જિલ્લા સર્વેલન્‍સ અધિકારી,  તમામ પ્રાંત અધિકારી, તમામ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્‍થ ઓફીસર અને મેડીકલ ઓફીસરો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

error: Content is protected !!
%d bloggers like this: