સમાચાર

આનંદો : આગામી થોડા જ દિવસોમાં કોરોનાની રસીનું આગમન

વર્ષ ર0ર0ની વિદાયની સાથે કોરોના પણ નેસ્‍તનાબૂદ થશે

આનંદો : આગામી થોડા જ દિવસોમાં કોરોનાની રસીનું આગમન

એક વર્ષ સુધી સમગ્ર વિશ્‍વમાં હાહાકાર મચાવનાર કોરોનાનું હવે ગણતરીનાં મહિનાનું આયુષ્‍ય

આગામી દિવાળીનાં દિવસોમાં મોજેમોજથી જવણી કરવાની સૌને તક મળશે તે નિશ્ચિત

સમગ્ર વિશ્‍વની જનતાએ વર્ષ ર0ર0માં અનેક મુશ્‍કેલીઓ સહન કરી નવા વર્ષમાં હવે શાંતિ ઉભી થશે

અમરેલી, તા. 14

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર વિશ્‍વની જનતાએ વિક્રમ સંવત ર076 અને ઈ.સ. ર0ર0માં અનેક પ્રકારની મુશ્‍કેલીઓ સહન કરી. તેમાં કોરોનાના રોગે તો સૌની હાલત ખરાબ કરી હતી. પરંતુ આગામી વિક્રમ સંવત ર077 અને ઈ.સ. ર0ર1નું વર્ષ સૌ માટે લાભદાયી બની રહેશે તેવા સારા સમાચાર પ્રાપ્‍ત થયા છે.

દુનિયાભરમાં કોરોનાની કહે વર્તાઈ રહૃાો છે. દુનિયભરનાં લોકો રસીની રાહ જોઈ રહૃાાં છે. ત્‍યારે દેશની સૌથી મોટી રસી ઉત્‍પાદક કંપનીએ ખૂબ સારા સમાચાર આપ્‍યા છે. બસ આ મહિને તહેવાર પતાવી લો આવતા મહિનાથી રસીના 10 કરોડ ડોઝ તૈયાર થઈ જવાનો દાવો થઈ રહૃાો છે. દેશમાં આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ઈન્‍ડિયાના સઈઓ અદાર  પૂનાવાલાએ દાવો કર્યો છે. સીરમ ઈન્‍સ્‍ટીટયૂટની રસીબનાવવામાં ઓકસફોર્ડ યુનિવર્સિટીની ભાગીદારી છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓકસફોર્ડ યુનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે.

પૂનેવાલાએ કહૃાું કે, રસીની શરૂઆતનું ઉત્‍પાદન ભારત માટે કરવામાં આવશે અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્‍યવસ્‍થાઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા વર્ષની શરૂઆતમાં રસીને મંજૂરી મળ્‍યા બાદ અન્‍ય દક્ષિણ એશિયાઈ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

સીરમ ઈન્‍સ્‍ટીટયુટ વેકસીનના 100 કરોડ ડોઝ બનાવશે. જેમાં પ0 કરોડ ભારત માટે અને પ0 કરોડ અન્‍ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે. સીરમ ઈન્‍સ્‍ટિટયુટ અત્‍યાર સુધીમાં રસીના 4 કરોડ ડોઝ તૈયાર કરી ચુકી છે.

error: Content is protected !!
%d bloggers like this: