સમાચાર

ધારીમાં યુવા, શિક્ષિત, બિઝનેસમેન નિર્દલીય ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરનો ડોર ટુ ડોર પ્રચાર

ધારીમાં યુવા, શિક્ષિત, બિઝનેસમેન નિર્દલીય ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરનો ડોર ટુ ડોર પ્રચાર

ધારી વિધાનસભાની ચૂંટણી આડે હવે ટૂંકો સમય જ બચ્‍યો છે. તેવા ટાણે તમામ હરિફોના પ્રચાર બાદ લોકપ્રિય ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરે પગડે ઘા ઝીંકતો ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોના દિલ જીતી લીધા હતા. દરેક દુકાનદિઠ તેમનું અદકેરૂ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ધારી-બગસરા- ચલાલા-ખાંભા 94 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીમાં ઝૂંકાવનાર સક્ષમ અને મજબૂત ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરે આજે આખા ધારી શહેરની તમામ દુકાનો પર ફરી ડોર ટુ ડોર રૂબરૂ મળી ઝંઝાવાતી પ્રચાર કર્યોહતો. પોતાના વિશેષ સંખ્‍યાબઘ્‍ધ કાર્યકરો સાથે પિયુષકુમાર ઠુંમરનું ટ્રેકટર સમગ્ર શહેરમાં અને લોકોના જનમાનસ પર ફરી વળ્‍યું હતું. પોતે દુકાને દુકાને વ્‍યકિતગત દુકાનદારોને મળ્‍યા હતા. વેપારીઓના પ્રશ્‍નો સાંભળ્‍યા હતા. તમામને હૈયાધારણા આપી નિરાતે ગ્રહણ કર્યા હતા જે અદા તમામને સ્‍પર્શી ગઈ હતી. એટલું જ નહીં પણ દુકાને દુકાને ગયેલા લોકપ્રિય યુવા ઉમેદવારને મીટા મોઢા કરાવ્‍યા હતા તો કોઈકે ફૂલહાર કર્યા હતો તો કોઈક તો એવું કહેતા પણ અચકાયા નહોતા કે પિયુષભાઈ તુમ આગે બઢો હમ તુમ્‍હારે સાથ હૈ. આ જનસમર્થન જોઈ હરિફ છાવણીમાં રીતસર સોપો પડી ગયો હતો. એટલું જ નહીં પણ આખા ધારી શહેરમાં સર્વત્ર પિયુષ ઠુંમર, પિયુષ ઠુંમર થઈ ગયું હતું.

error: Content is protected !!