સમાચાર

દિવ્‍યાંગજનો અને 80 વર્ષથી વધુ વયના 49પ મતદારોએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યુ

ધારી વિધાનસભા મતદાર વિભાગનાં

દિવ્‍યાંગજનો અને 80 વર્ષથી વધુ વયના 49પ મતદારોએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યુ

અમરેલી, તા. 31

94-ધારી વિધાનસભા પેટા ચૂંટણી અન્‍વયે તા. 3 નવેમ્‍બરનાં રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત તા. ર8/10/ર0ર0 મુજબ કોરોનાની મહામારીને ઘ્‍યાને લઈ ધારી વિધાનસભા મતદાર વિભાગના દિવ્‍યાંગજનો અને 80 વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો પોસ્‍ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે જિલ્‍લા વહિવટીતંત્ર ઘ્‍વારા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જે અન્‍વયે આરઓ ઘ્‍વારા 80 વર્ષથી વધુ વયના તેમજ મતદાર યાદીમાં ફલેગ થયેલ શારીરિક અક્ષમ મળી કુલ 49પ મતદારોના પોસ્‍ટલ બેલેટ મંજૂર કરવામાં આવ્‍યા હતા.

94-ધારી વિધાનસભા મતદાર વિભાગમાં પોસ્‍ટલ બેલેટથી હાથ ધરાયેલ આ મતદાનના બીજા દિવસે તા. રપ ઓકટોબરના રોજ દિવ્‍યાંગજનો તેમજ 80 વર્ષથીવધુ વયના મતદારો મળી કુલ 49પ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને માત્ર 31 મતદારો કોઈ કારણોસર મતદાન કરી શકયા ન હતા. નોંધનીય છે કે, જિલ્‍લા ચૂંટણી તંત્ર ઘ્‍વારા ધારી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્‍યેક ઘર સુધી પહોંચીને ઘરે-ઘરે જઈને દિવ્‍યાંગ અને 80 વર્ષથી વધુ વયના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.

error: Content is protected !!