સમાચાર

જે.વી. કાકડીયાનાં પ્રચારમાં ભાજપ મહિલા મોરચો પણમેદાનમાં

જિલ્‍લા મહિલા મોરચાનાં પ્રમુખ જયાબેન ગેલાણીની આગેવાનીમાં

ધારી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાનાં પ્રચારમાં ભાજપ મહિલા મોરચો પણમેદાનમાં

પ્રદેશ ઉપાઘ્‍યક્ષ જસુમતીબેન કોરાટ પણ મદદમાં આવ્‍યા

અમરેલી, તા. ર7

ધારી વિધાનસભાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જે.વી. કાકડીયાનાં સમર્થનમાં પેટા ચુંટણી પ્રચાર પ્રસારમાં જિલ્‍લા મહિલા મોરચાનાં પ્રમુખ જયાબેન ગેલાણીની આગેવાનીમાં પ્રદેશમાંથી મહિલા મોરચાનાં મહામંત્રી અને પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ઉપાઘ્‍યક્ષ શ્રીમતિ જસુમતીબેન કોરાટ, પ્રદેશ મહિલા આગેવાન શ્રીમતિ રેખાબેન માવદીયા, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમતિ રંજનબેન ડાભી સહિતનાં મહિલા આગેવાનો ધારી તાલુકો, ખાંભા તાલુકો, બગસરા તાલુકાનાં ગામોમાં તેમજ બગસરા શહેર અને ચલાલા શહેરનાં વોર્ડમાં બેઠકો યોજી હતી અને ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જે.વી. કાકડીયાને જંગી બહુમતીથી વિજય બનાવવાં અપિલ કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: