સમાચાર

ભૈ વાહ : શીતલ કંપનીએ રાજયમાં શ્રેષ્ઠતા પુરવાર કરી

માત્ર 30 વર્ષનાં કાર્યકાળમાં કરોડો રૂપિયાનાં ટર્નઓવર સુધીની સફર

ભૈ વાહ : શીતલ કંપનીએ રાજયમાં શ્રેષ્ઠતા પુરવાર કરી

અમરેલીનાં એસ.ટી. ડેપો સામે પાનની કેબિનથી ધંધાની શરૂઆત કરનાર ભુવા બંધુઓએ દુનિયાને માર્ગ દેખાડયો

નિષ્ઠા, પ્રમાણીકતા અને વ્‍યાપારીક સુઝબુઝથી આજે શીતલ નામનો સમગ્ર દેશમાં ડંકો વાગી રહૃાો છે

આઈસ્‍ક્રીમની સફળતા બાદ મસાલા, નમકીન સહિતની ચીજ વસ્‍તુઓમાં પણ ઝંપલાવી સફળતા મેળવી

અમરેલી,તા. ર7

શિતલ ફૂલ પ્રોડકટ લી. અમરેલીનો વિદેશમાં માલ સપ્‍લાય કરનાર ગુજરાતની શ્રેષ્ઠ કંપનીઓમાં સમાવેશ થયો છે.

1987માં જામેલ લસ્‍સી અને આઈસ્‍ક્રીમથી શરૂઆત કરનાર શિતલ કંપનીએ ટૂંકાગાળામાં અસામાન્‍ય સિઘ્‍ધિ મેળવેલ છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં એક કેબીન હતી એ પણ ડિમોલેશનમાં ગઈ. આર્થિક કટોકટી વચ્‍ચે નાના પાયે આઈસ્‍ક્રીમનો વ્‍યવસાય શરૂ કર્યો. સંઘર્ષ, નિષ્‍ફળતા વચ્‍ચે પણ હિંમત સાથે નિષ્ઠાથી કામ શરૂ રાખ્‍યું. ધીમે ધીમે મૂડી બજારમાં પ્રવેશ થયો લોકોનો શિતલ પ્રત્‍યેનો પ્રેમ વિશ્‍વાસઅને આશા છલકાયા ભરણું 31 ગણું છલકાયું હાલ શિતલ ફૂલ પ્રોડકટ લી. નામે મહાકાય ફેકટરી કાર્યરત છે. 1000થી પણ વધારે લોકોનો સ્‍ટાફ કામ કરે છે. શીતલે ગુજરાતનાં 80% વિસ્‍તાર પોતાના વેપારમાં આવરી લીધો છે. દરરોજ 1 લાખ 30 હજાર લીટર આઈસ્‍ક્રીમ ઉત્‍પાદનની ક્ષમતાવાળા પ્‍લાન્‍ટ કાર્યરત છે. ર030 સુધીમાં શીતલ આઈસ્‍ક્રીમનું ટર્નઓવર 1પ00 કરોડે પહોંચાડવાનો ઘ્‍યેય છે.

સંઘર્ષથી અસામાન્‍ય સિઘ્‍ધિની આ રીયલ સ્‍ટોરી છે. પરિવારનાં ચાર સંતાનો દિનેશભાઈ, સ્‍વ. જગદીશભાઈ, ભુપતભાઈ અને સંજયભાઈએ કસોટીનાં સમયમાં પોઝીટીવ રહીને અતુટ અખુટ શ્રઘ્‍ધાપૂર્વક આગળ ગૌરવવંતો ડંકો વગાડયો છે. સ્‍વ. જગદીશભાઈ ભુવાએ નાના પાયે આઈસ્‍ક્રીમનું ઉત્‍પાદન શરૂકર્યુે પાયો નાનો હતો પણ મજબુત હતો. જેના પર વિરાટ ઈમારતનું નિર્માણ થઈ ચુકયું છે. ઉત્‍પાદન પ્‍લાન વિસ્‍તરતો ગયો, લોકપ્રિયતા વધતી. શીતલે ટૂંકાગાળામાં અસામાન્‍ય સફળતા પ્રાપ્‍ત કરી ઉચ્‍ચત્તમ, શ્રેષ્ઠ ગુણવત્તા અને બધાને પોષય તેવી એમઆરપી શીતલ આઈસ્‍ક્રીમની વિશેષતા છે. શીતલ કંપની કોસ્‍ટ મેનેજમેન્‍ટ પર ગંભીરતાથી ઘ્‍યાન આપે છે ઉપરાંત પ્રોડકટ લોસ શૂન્‍ય રહે તે માટે પુરી કાળજી રાખવામાં આવે છે. આ કારણે ગુણવત્તામાં બાંધછોડ કર્યા વગર એમઆરપી ઉપર નિયંત્રણ રાખી શકાય છે. સરવાળે ગ્રાહકોને જ ફાયદો થાય છે. ઉચ્‍ચ ગુણવત્તા વ્‍યાજબી કિંમત, ઓછો નફો અને વ્‍યાપક લોકપ્રિયતા શીતલ આઈસ્‍ક્રીમની નીતિ રહી છે.શીતલ કંપનીના રપ000થી પણ વધારે આઉટલેટ છે, નેટવર્ક સતત વધી રહૃાું છે. શીતલ બ્રાન્‍ડ છવાઈ ગઈ છે. આઈસ્‍ક્રીમ ઉપરાંત નમકીન ફ્રાઈમ્‍સ ક્ષેત્રે પણ શીતલે સ્‍વાદ શોખીનોને મસ્‍ત વિકલ્‍પ આપ્‍યો છે.

થોડા સમય પહેલાં જ શીતલ ફૂલ પ્રોડકટ લી. અમરેલી ોગખબય (મહિલા ઉજજવળ ભવિષ્‍ય આશ્રય ઈન્‍ડસ્‍ટ્રીઝ) ઘ્‍વારા સંચાલિત શીતલ મસાલા નામની નવી બ્રાન્‍ચનો પ્રારંભ કર્યો જે 100% મહિલા સંચાલિત છે. જેમાં હાલ રેડચીલી પાઉડર, ધાણા જીરૂ પાવડર, વેજ પુલાવ પાઉડર, છોલે મસાલા, પાણી પુરી મસાલા વગેરે મસાલાઓ ઉપલબ્‍ધ છે.

તાજેતરમાં જ એસીપીએલ એ વિદેશમાંમાલ સપ્‍લાય કરીને ગુજરાતની જ નહી પરંતુ ભારતની શ્રેષ્ઠત્તમ કંપનીઓની હરોળમાં અગ્રીમ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે.

પરિવારનું ગુજરાન ચલાવવા જેમની પાસે પાનની કેબીન પણ રહી ન હતી એ પરિવાર આજે સિઘ્‍ધિ-સફળતાનો હિમાલય ચઢીને અન્‍ય પરિવારોમાં સુખની ઠંડક ફેલાવે છે. આ પાટીદાર પરિવારનાં સંતાનોએ કાઠીયાવાડી પાણીનો પરચો બતાવ્‍યો છે.

error: Content is protected !!
%d bloggers like this: