સમાચાર

બગસરામાં કાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

ધારી-બગસરા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાનાં સમર્થનમાં

બગસરામાં કાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

મુખ્‍યમંત્રીનાં આગમનને લઈને ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્‍સાહનાં ઘોડાપુર જોવા મળે છે

મુખ્‍યમંત્રીનું આગમન ભાજપનાં ઉમેદવાર માટે ટર્નિંગ પોઈન્‍ટ સાબિત થશે ?

મુખ્‍યમંત્રીનાં આગમનને લઈને વહીવટીતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો

અમરેલી, તા. ર7

ધારી-બગસરા વિધાસનભા વિસ્‍તારની પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી હોય ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાને વિજેતા બનાવવા માટે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલથી લઈને અનેક મંત્રીઓ, કદાવર આગેવાનો પ્રચાર અર્થે આવી રહૃાા હોય હવે અંતિમ તબકકામાં ખુદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી પણ ગુરૂવારે બપોરે 4 કલાકે બગસરા ખાતે પધારી રહૃાા હોય ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્‍સાહના ઘોડાપુર જોવા મળી રહૃાાં છે.

મુખ્‍યમંત્રીનાંઆગમનને લઈને વહીવટીતંત્ર ઘ્‍વારા હેલીપેડ, સુરક્ષા સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સમગ્ર મત વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ અને મતદારો ઉપસ્‍થિત રહેવાનાં હોવાથી ભાજપ ઘ્‍વારા સમીયાણા, પીવાનું પાણી, બેઠક વિગેરે પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.

ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયા છેલ્‍લા 4 મહિનાથી સતત પ્રચારકાર્યમાં જોવા મળે છે અને કોંગ્રેસ સહિતનાં હરીફ ઉમેદવારોનો સામનો કરી રહૃાાં છે. ત્‍યારે મુખ્‍યમંત્રી રૂપાણીનાં આગમનથી તેઓનો વિજયી થવાના વિશ્‍વાસમાં વધારો થશે અને મુખ્‍યમંત્રીનું આગમન ભાજપનાં ઉમેદવાર માટે શુકનવંતુ સાબિત થાય તો નવાઈ પામવા જેવું નહી રહે.

error: Content is protected !!
%d bloggers like this: