સમાચાર

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બળાબળનાં પારખા આગામી 151 કલાક ઉમેદવારો માટે અતિ મહત્‍વનાં

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બળાબળનાં પારખા

આગામી 1પ1 કલાક ઉમેદવારો માટે અતિ મહત્‍વનાં

વિશાળ સંગઠન શકિત ધરાવતાં ભાજપનાં કદાવર નેતાઓ મતદારોને રીઝવવા આકાશ પાતાળ એક કરી રહૃાાં છે

કોંગ્રેસપક્ષનાં અર્ધો ડઝન કરતાં પણ વધારે ધારાસભ્‍યો ગામડાઓ ખૂંદી રહૃાાં છે

આગામી દિવસોમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું પણ આગમન થવાનું છે

અમરેલી, તા. ર6

ધારી-બગસરા-ખાંભા વિસ્‍તારની પેટા ચૂંટણીને હવે એક અઠવાડીયાનો સમય બાકી રહૃાો છે. એટલા માટે આગામી 1પ1 કલાક અતિ મહત્‍વનાં સાબિત થવાના છે. ભાજપ-કોંગ્રેસનાં કદાવર આગેવાનો મતદારોને રીઝવવા ભારે જહેમત ઉઠાવી રહૃાાં છે.

ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાનાં સમર્થનમાં ભાજપનાં કદાવર આગેવાનોનું સતત આગમન થઈ રહૃાું છે. ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ દોડી આવ્‍યા હતા તો આગામી દિવસોમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું પણ આગમન થઈ રહૃાું છે.

ભાજપનાં પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગોરધન ઝડફીયા, જયેશ રાદડીયા, હકુભાઈ જાડેજા, સાંસદ ભારતીબેન શિયાળ, કેન્‍દ્રિય મંત્રી રૂપાલાલ, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા સહિતનાં આગેવાનો પણ પ્રવાસ કરી રહૃાાં છે.

બીજી તરફ કોંગીઉમેદવાર સુરેશ કોટડીયાનાં સમર્થનમાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, અંબરીશ ડેર, ભીખાભાઈ જોષી, પૂંજાભાઈ વંશ, હર્ષદ રીબડીયા, અર્જુન મોઢવાડીયા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ પ્રચાર કાર્યમાં જોવા મળી રહૃાા છે.

અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમર પણ જબ્‍બરૂ જોર લગાવી રહૃાા છે તો અન્‍ય અપક્ષ ઉમેદવારો પણ ભાજપ-કોંગ્રેસને પછડાટ આપવા દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી રહૃાા હોય આગામી એક-એક કલાક ઉમેદવારો માટે અતિ મહત્‍વની સાબિત થવાની છે.

error: Content is protected !!
%d bloggers like this: