સમાચાર

અમરેલીમાં ક્રિકેટનાં સટ્ટોડીયાઓ સામે લાલ આંખ

વ્‍યાજખોરો, બુટલેગરો, ભુમાફીયાઓ બાદ પોલીસે નિશાન ફેરવ્‍યું

અમરેલીમાં ક્રિકેટનાં સટ્ટોડીયાઓ સામે લાલ આંખ

આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર વર્ષોથી ચાલતાં કરોડો રૂપિયાનાં જુગાર ઉપર પોલીસ ત્રાટકી

એક જ દિવસમાં પોલીસે જુદા-જુદા 3 સ્‍થળોએથી પાંચ સટ્ટોડીયાઓ વિરૂઘ્‍ધ કરી કાર્યવાહી

પોલીસ વિભાગ ઝડપાયેલ સટ્ટોડીયાઓની આગવી ઢબે પુછપરછ કરે તો અનેક વધુ નામો ખુલી શકે તેમ છે

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લાનાં વ્‍યાજખોરો, ખનીજ માફીયાઓ, ભુમાફીયાઓ, બુટલેગરો વિરૂઘ્‍ધ લાલ આંખ કરનાર પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે હવે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્‍સો સામે લાલ આંખ કરીને આજે જુદા-જુદા 3 સ્‍થળોએથી પાંચ સટ્ટોડીયાઓની અટકાયત કરી છે. હવે ઝડપાયેલ સટ્ટોડીયાઓની આગવી ઢબે પુછપરછ થાય તો અનેક માથાઓનાં નામ પણ બહાર આવી શકે તેમ છે.

પ્રથમ બનાવમાં અમરેલીમાં રહેતા કુત્‍બુદીનભાઈ દિલાવરભાઈ વણાંક તથા અલ્‍તાફભાઈ અબ્‍દુલાભાઈ કશીરી નામના બે ઈસમો ગુરૂવારે રાત્રીના સમયે અમરેલીના રામજી મંદિર સામે જાહેરમાં રાજસ્‍થાન રોયલ તેમજ સનરાઈઝ હૈદરાબાદ વચ્‍ચે રમાતી આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં મોબાઈલ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા હોય, આ અંગે સીટી પોલીસને બાતમી મળતા રોકડ રકમ રૂા. ર1,9પ0 તથા મોબાઈલ ફોન કિંમત રૂા. 6 હજાર મળી કુલરૂા. ર7,1પ0 સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં અમરેલીમાં રહેતા હમીદભાઈ વલનજીભાઈ પંજવાણી તથા નીતીનભાઈ મગનભાઈ સરવૈયા નામનાં બે ઈસમો ગુરૂવારે રાત્રીનાં સમયે અમરેલીનાં હરી રોડ ઉપર જાહેરમાં મુંબઈ ઈન્‍ડિયન અને ચેન્‍નઈ સુપરકિંગ વચ્‍ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા હોય અમરેલી સીટી પોલીસે બન્‍ને ઈસમોને રોકડ રકમ રૂા. 107પ0 તથા મોબાઈલ ફોન-1 મળી કુલ રૂા. 11રપ0નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા બનાવમાં અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર રહેતા ભાવિકભાઈ અરવિંદભાઈ વાઘેલા પોતાના આર્થિક ફાયદા માટે ગુરૂવારે મોડી રાત્રીના સમયે ચકકરગઢ રોડ ઉપર મોબાઈલ ફોન ઉપરથી રાજસ્‍થાન રોયલ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્‍ચે ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોય સીટી પોલીસે તેમને રૂા. 1રર60 રોકડા તથા મોબાઈલ ફોન કિંમત રૂા. 3પ હજાર મળી કુલ રૂા. 47ર70 સાથે ઝડપી લઈ પુછપરછ કરતાં તે બકુલ ગજેરા સાથે સટ્ટો રમતો હોવાનું ખુલતા આ બન્‍ને સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: