સમાચાર

અમરેલીનાં ખાણ ખનીજ વિભાગે રેતીચોરી કરતા પાંચ ડમ્‍પરને ઝડપી લેતા ફફડાટ

અમરેલીનાં ખાણ ખનીજ વિભાગે રેતીચોરી કરતા પાંચ ડમ્‍પરને ઝડપી લેતા ફફડાટ

ખાણ-ખનીજ વિભાગે રાઉન્‍ડ ધ કલોક ચેકીંગ કરવું જરૂરી

અમરેલી, તા. ર3

અમરેલી પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી ખુલ્‍લેઆમ રેતીચોરી થતી હોવા અંગેનો અહેવાલ ભભઅમરેલી એકસપ્રેસભભમાં પ્રસિઘ્‍ધ થતાં ખાણ-ખનીજ વિભાગે આળશ ખંખેરી છે.

અમરેલી જિલ્‍લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાંથી રેતીચોરી કરતાં ઈસમો ઘ્‍વારા ર4 કલાક નદીનાં પટ્ટ વિસ્‍તારમાં પ્રવેશવાનાં રસ્‍તાઓ પર પોતાના સાગરીતો ઘ્‍વારા નજર રાખવામાં આવતી હોય છે અને જેવી ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ કે રેવન્‍યુ વિભાગનાં અધિકારીઓ રેડ પાડવા જાય તે પહેલાં જ રેતીચોરો નદીમાંથી પોતાના વાહનો ભગાડી દેતા હોય છે. જે બાબતની માહિતી ભૂસ્‍તરશાસ્‍ત્રી વ્‍યાસને મળતા રોયલ્‍ટી ઈન્‍સ્‍પેકટર રોહિતસિંહ આર. જાદવ તથા માઈન્‍સ સુપરવાઈઝર તથા તેમની ટીમને જરૂરી સુચના આપતા ખાણ ખનીજ વિભાગની ટીમ ઘ્‍વારા વહેલીસવારે જ ખાનગી વાહન લઈ રેતીચોરોને જાણ ના થાય તેવી રીતે શેત્રુંજી નદીનાં પટ્ટ વિસ્‍તારમાં આકસ્‍મિક ચેકીંગ હાથ ધરતા ગાવડકા ગામની શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી 3 ડમ્‍પર, સરંભડા ગમની નદીનાં પટ્ટમાંથી 1 ડમ્‍પર તથા બગસરા ગામેથી 1 ડમ્‍પર પકડી પાડયા હતા. આમ કુલ રૂપિયા 3પ લાખનો મુદામાલ જપ્‍ત કરવામાં આવ્‍યો હતો તથા વાહનો સિઝ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: